Cyclone Dana Update: ખતરનાક થયું વાવાઝોડું દાના, આ રાજ્યોમાં મચાવશે તબાહી

Cyclone Dana Update: બંગાળની ખાડીના પૂર્વી-મધ્ય ભાગમાં ઉઠેલું વાવાઝોડું 'દાના' ખતરનાક થઇ ચૂક્યું છે અને અંદાજો લગાવાઈ રહ્યો છે કે શુક્રવારે સવાર સુધી ઓરિસ્સાના પુરી અને પશ્ચિમ બંગાળ સાગર દ્વીપ સુધી પહોંચી શકે છે.

Cyclone Dana Update

ત્યાંના દરિયાકાંઠે વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે તેની ગતિ 120 કિમી પ્રતિ કલાકની રહેશે. જે કારણે જ ઓરિસ્સા, બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે અને તેથી આ બંને રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

સાયક્લોન દાનાને કારણે પૂર્વી રેલવેએ 24 અને 25 ઓક્ટોબરે 150થી વધુ ટ્રેન કેન્સલ કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે, 'શુક્રવારે સવારે વાવાઝોડું દાના ઓરિસ્સાના ભિતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન અને ધામરા બંદર વચ્ચે 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દસ્તક આપશે અને આ દરમિયાન 100-110 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે તથા તેજ વરસાદ થશે.'

આઇએમડીએ આજે અને 25 ઓક્ટોબરે ઉત્તર અને દક્ષિણ 24 પરગના, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, કોલકાતા, હાવડા, કેંદ્રપાડા, કટક, નયાગઢ, કંધમાલ અને ગજપતિ તથા હુગલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તથા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

બધી જ સ્થિતિથી નિપટવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું

The Indian Coast Guardએ કહ્યું કે તેઓ દરેક સ્થિતિથી નિપટવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોઈપણ આકસ્મિક સ્થિતિથી નિપટવા માટે જહાજો અને વિમાન તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

ઓરિસ્સાના 14 જિલ્લા અને બંગાળના 7 જિલ્લાની શાળાઓ આજે બંધ

ઓરિસ્સા સરકારે 800 ચક્રવાત આશ્રય કેન્દ્રો તૈયાર રાખ્યાં છે. ઓરિસ્સાના 14 જિલ્લા અને બંગાળના 7 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવ્યાં છે. ઓરિસ્સા સરકાર તરફથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામમાં આવી રહ્યા છે, ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન માઝીએ બુધવારે સાંજે ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી અને વરિષ્ઠ અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા આ હોનારતમાં જાનમાલનું નુકસાન ના થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.

ક્યાં થશે લેન્ડફોલ

પુરી અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડાનું લેન્ડફોલ થશે. હવામાન વિભાગના કમિશનર મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યા મુજબ પુરીથી લઈ સમગ્ર પૂર્વી તટ આ વાવાઝોડાના પ્રભાવમાંથી પસાર થશે. આ ઉપરાંત તેમણે લોકોને બિનજરૂરી ઘરેથી બહાર જવાનું ટાળવાનું કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X