Weather News : આ રાજ્યોમાં ત્રણ દિવસ થશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Weather News : દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. આ કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગત દિવસોમાં ભારે વરસાદને કારણે યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે ચિંતામાં વધારો થયો છે. આ સાથે ઘણા સ્થળોએ વીજળી પડવાની શક્યતા પણ છે
કેવું રહેશે ગુજરાતમાં આજે હવામાન? - 18 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે 19 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
20 જુલાઈના રોજ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, 17 જુલાઇથી જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. આ ભેજનો ફ્લો દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી રહેશે.
કેવું રહેશે દિલ્હીમાં આજે હવામાન? - દિલ્હીના કેટલાક વિસ્તારોમાં રવિવારના રોજ ભારે વરસાદ નોંધાયો હતો અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, સોમવારના રોજ પણ દિલ્હીમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે.
યમુનાના જળસ્તરમાં ઘટાડો થવાથી પૂરમાં રાહત મળી રહી છે, પરંતુ સતત વરસાદ ચિંતા વધારી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી દિલ્હીનું હવામાન આવું જ રહેશે અને મધ્યમ વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં યલો એલર્ટ - ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
કેવું રહેશે હરિયાણામાં આજે હવામાન?- ગુરુગ્રામ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા હરિયાણાના ઘણા જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 17 જુલાઈથી 20 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
IMDએ જણાવ્યું કે હરિયાણા પર ઓછું દબાણ બની રહ્યું છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો વધશે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
બિહારમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી - બિહારમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવા લાગી છે અને ચોમાસાએ જોર પકડ્યું છે. તેને જોતા હવામાન વિભાગે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની ચેતવણી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, બિહારના પાટનગર પટનામાં સોમવારે આંશિકથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના છે.












Click it and Unblock the Notifications
