Weather: દિલ્લી સહિત આ રાજ્યોના હવામાનમાં ફરીથી દેખાશે ફેરફાર, વરસાદના અણસાર

રાજધાની દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતનુ હવામાન ઝડપથી બદલાઈ રહ્યુ છે.

નવી દિલ્લીઃ માર્ચનો મહિનો શરૂ થયા બાદથી જ રાજધાની દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતનુ હવામાન ઝડપથી બદલાઈ રહ્યુ છે. ઉત્તર ભારતનુ હવામાન છેલ્લા ઘણા દિવસોથી સતત ગરમ થઈ રહ્યુ છે પરંતુ હવે એક વાર ફરીથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં દિલ્લી, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદનુ અનુમાન છે. વળી, પહાડો પર પણ હિમવર્ષા થઈ છે જેની અસર મેદાની વિસ્તારોમાં હવામાન પર જોઈ શકાય છે.

તાપમાનમાં આવ્યો ઘટાડો

તાપમાનમાં આવ્યો ઘટાડો

હવામાન વિભાગે આજે 9 માર્ચથી આગામી ત્રણ દિવસ સુધી હરિયાણા, દિલ્લી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં અમુક જગ્યાઓએ હળવા વરસાદ અને આંધીનુ અનુમાન વ્યક્ત કર્યુ છે. વળી, પહાડો પર બરફ પણ પડશે જેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. આ રાજધાની અને ઉત્તર ભારતમાં દિવસના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. દિવસના તાપમાનમાં આગામી બે દિવસ બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

દિલ્લીમાં સોમવારે તાપમાન સામાન્યથી વધુ રહ્યુ

દિલ્લીમાં સોમવારે તાપમાન સામાન્યથી વધુ રહ્યુ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્લીમાં છેલ્લા અમુક દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહ્યુ છે. સોમવારે દિલ્લીના મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી રહ્યુ જે સામાન્યથી 3 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગ અનુસાર દિલ્લીમાં હળવા વાદળ છવાયેલા રહેશે. બુધવારથી શુક્રવાર વચ્ચે હળવો વરસાદ પણ દિલ્લી-એનસીઆરમાં થઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો આવશે.

હરિયાણામાં વરસાદના અણસાર

હરિયાણામાં વરસાદના અણસાર

હવામાન વિભાગ અનુસાર હરિયાણાના ઝજ્જર અને હિસારમાં મંગળવારે વરસાદ થવાનુ અનુમાન છે. વળી, ઉત્તરાખંડમાં પણ વરસાદ થશે. હવામાન વિભાગે હિમાચલ, કાશ્મીર, દિલ્લી, એનસીઆર, ઉત્તરાખંડમાં વાવાઝોડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણ ગણાવ્યુ છે. હવામાન વિભાગે જણાવ્યુ કે શિમલા, લદ્દાખ, કાશ્મીરમાં ભારે હિમવર્ષાનુ પણ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે અફઘાનિસ્તાન તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X