For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather : આગામી પાંચ દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત, હિમવર્ષ અને વરસાદની આગાહી

|
Google Oneindia Gujarati News

Weather : ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, આગામી પાંચ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે નહીં. હીટવેવ યથાવત રહેશે.

IMD દ્વારા જણાવ્યા અનુસાર, પશ્ચિમી હિમાલય ક્ષેત્ર (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ) ના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા અને અન્ય વિસ્તારોમાં 30 એપ્રિલ સુધી મુશળધાર વરસાદની શક્યતા છે. આવા સમયે દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ-પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.

Weather

કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે, તો કેટલીક જગ્યાએ વીજળી પણ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું પણ આવી શકે છે. હવામાનની આ પેટર્નને કારણે લગભગ આખા દેશમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીની લહેર રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં હવામાનમાં પલટો, વરસાદ સાથે કરા પડ્યા - જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં બુધવારના રોજ ફરી એકવાર હવામાન બદલાયું. આ દરમિયાન કઠુઆના બિલ્લાવરના ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ પાકને નુકસાન થયું છે. મેંદર વિસ્તારમાં વૃક્ષો પડવાથી એક મકાનને પણ નુકસાન થયું હતું. જોકે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

English summary
Weather : There will be no relief from the heat for the next five days, snowfall and rain forecast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X