Weather Update: નૉર્થ ઈસ્ટ રાજ્યોમાં વરસાદ બાદ હવે આ જગ્યાએ ગાજવીજ સાથે ગરજશે વાદળા, થશે હિમવર્ષા
Weather Update: ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી કરી છે. તેમણે બદલાતા હવામાન માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે.
હવામાનમાં આવેલા ફેરફારને કારણે વરસાદી માહોલ ચાલી રહ્યો છે.હવા માન વિભાગે કહ્યું કે 26 અને 27 ફેબ્રુઆરીએ મધ્ય ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની પણ સંભાવના છે.

આ સિવાય 26 અને 27 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં નવા વરસાદની સાથે હિમવર્ષા થશે. પૂર્વોત્તરના રાજ્યો ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમમાં 22 ફેબ્રુઆરીએ ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. જે બાદ આ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો.
વળી, હવે દેશના મધ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે. હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થઈ શકે છે. પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી શકશે. હાલ પ્રવાસીઓ પહાડી વિસ્તારોની મુલાકાતનો આનંદ માણી રહ્યા છે. આ સાથે પહાડો પર પણ વરસાદ પડી શકે છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે. તેઓને રવિ પાકનો ડર સતાવી રહ્યો છે.
दैनिक मौसम परिचर्चा (23.02.2024)
— India Meteorological Department (@Indiametdept) February 23, 2024
YouTube : https://t.co/tLxrw2vV3f
Facebook : https://t.co/wVmvRvEObV#weatherupdate #HeavyRain #hailstorm #RainfallAlert #Snowfall@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/spDGIXBdyA












Click it and Unblock the Notifications
