Weather Update: હવે પડશે કાતિલ ઠંડી, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યુ શીતલહેરનુ એલર્ટ

હવામાન વિભાગે આવતા ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતના આ રાજ્યોમાં શીત લહેરનુ એલર્ટ આપ્યુ છે.

Weather Update: દેશના ઉત્તર ભાગમાં હવે ધીમે-ધીમે ઠંડીનુ જોર વધી રહ્યુ છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષની અસર હવે મેદાની વિસ્તારોમાં દેખાઈ રહી છે. દેશના લગભગ બધા રાજ્યોમાં ઠંડી વધવા લાગી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રણ દિવસ સુધી શીતલહેરનો પ્રકોપ રહેશે.

શીતલહેરનુ એલર્ટ

શીતલહેરનુ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા 3 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડીનો કહેર રહેશે. આવનારા દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવશે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ ભાગોમાં શીતલહેરની સ્થિતિ રહેવાની સંભાવના છે. વળી, દિલ્લી-એનસીઆર, યુપી, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં ઘટાડો થશે.

રાજસ્થાનનુ તાપમાન પહોંચ્યુ શૂન્ય ડિગ્રીએ

રાજસ્થાનનુ તાપમાન પહોંચ્યુ શૂન્ય ડિગ્રીએ

રાજસ્થાનના ફતેહપુરમાં ગુરુવારે રાતે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. હવામાન વિભાગના આંકડાઓ મુજબ શુક્રવારે રાતે ફતેહપુરનુ તાપમાન શૂન્ય ડિગ્રી, ચુરુમાં 1.3 ડિગ્રી, સીકરમાં 3.0 ડીગ્રી, કરોલીમાં 4.2 ડિગ્રી, અલવરમાં 4.8 ડિગ્રી, સંગરિયામાં 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.

ઉત્તર ભારતમાં ઠંડીએ પકડ્યુ જોર

ઉત્તર ભારતમાં ઠંડીએ પકડ્યુ જોર

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ચંબામાં આજે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી અને મહત્તમ 23 ડિગ્રી રહી શકે છે. મનાલીમાં લઘુત્તમ 2 ડિગ્રી અને મહત્તમ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ 25 ડિગ્રી નોંધવામાં આવી શકે છે. વળી, દિલ્લીમાં પણ લઘુત્તમ 5 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.

દક્ષિણ ભારતમાં પડશે વરસાદ

દક્ષિણ ભારતમાં પડશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડીની સાથે દક્ષિણ ભારતના અમુક ભાગોમાં આજે વરસાદની સંભવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, અંદમાન-નિકોબારમાં ચાર-પાંચ દિવસ સુધી વરસાદના અણસાર છે. તમિલનાડુના ચેન્નઈ સહિત અમુક ભાગોમાં 17થી 21 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X