Weather Update: ભારતના 8 રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ, છવાયુ ગાઢ ધૂમ્મસ, હિમાલયમાં યલો એલર્ટ

Weather Update: દેશભરમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે ઉત્તરીય રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના ભાગોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે અને 5થી 11 જાન્યુઆરી વચ્ચે મધ્ય ભારતના કેટલાક ભાગોમાં તાપમાન અને શીત લહેર ઘટવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, પૂર્વી રાજસ્થાનને અડીને આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો, દક્ષિણ આસામ અને ત્રિપુરામાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છે. IMD દ્વારા ધૂમ્મસની સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે.

Weather Update

જેમાં સમગ્ર પંજાબ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ધૂમ્મસનું સ્તર દેખાય છે. IMD અનુસાર, 3થી 5 જાન્યુઆરી વચ્ચે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધુ વધી શકે છે. IMDએ આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યુપી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં લોકોને આગામી સપ્તાહમાં પણ ધૂમ્મસ અને ઠંડીથી રાહત મળવાની આશા નથી.

હકીકતમાં, અગાઉ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પૂર્વ ભારત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના હતી. હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે દક્ષિણ તમિલનાડુ, દક્ષિણ કેરળ અને લક્ષદ્વીપમાં આ અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે લક્ષદ્વીપ અને કેરળમાં 4 જાન્યુઆરી સુધી વરસાદની સંભાવના છે.

યુપી-બિહાર અને એમપી-રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. મોટાભાગની ટ્રેનો મોડી દોડી રહી છે. ઓછી વિઝિબિલિટીના કારણે સવાર-સાંજ વાહનોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી નોઈડા અને દિલ્હીમાં ધૂમ્મસના કારણે વાહનોની સ્પીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ધુમ્મસના કારણે મંગળવારે મોટાભાગની ટ્રેનો મોડી પડી હતી. એકલા દિલ્હીથી દોડતી 26 ટ્રેનો મોડી ચાલી રહી છે. ભોપાલથી નિઝામુદ્દીન જતી ટ્રેન સાડા ચાર કલાકથી વધુ મોડી પડી હતી. ચેન્નાઈ-નવી દિલ્હી છ કલાક અને બેંગલુરુથી નિઝામુદ્દીન ટ્રેન દોઢ કલાક મોડી પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X