Weather Update : વધુ ચાર-પાંચ દિવસ રહેશે ઠંડા પવનનો માર, હવામાન વિભાગે કરી આગાહી
Weather update : ઠંડો પવન સવાર અને સાંજના સમયે જ પરેશાન કરશે, બપોરના સમયે તાપમાનમાં સતત વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીની મોસમનો અંત આવવાનો છે.
Weather Update : ભારતમાં લોકોએ જાન્યુઆરીમાં કોલ્ડ વેવનો સામનો કર્યો છે. આ વચ્ચે તેમને ફેબ્રુઆરીમાં ઠંડીથી રાહત મળવાની આશા રાખવામાં આવી રહી હતી, પણ હવામાન વિભાગે આ વાતને રદિયો આપ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ફેબ્રુઆરીમાં 25-35 કિલોમીટર પ્રતિ કલાક ઠંડા પવન ફૂંકાશે. જે કારણે ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

ઠંડો પવન સવાર અને સાંજના સમયે જ પરેશાન કરશે, બપોરના સમયે તાપમાનમાં સતત વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે ઠંડીની મોસમનો અંત આવવાનો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં એક-બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ તે મજબૂત ન હોવાથી તેની અસર વધુ નહીં થાય.
દિલ્હીમાં બુધવારની જેમ ગુરુવારના રોજ પણ જોરદાર સૂર્યપ્રકાશ સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે દિવસનું તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ 24.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું હતું.
બુધવારની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો હતો. સૂર્યપ્રકાશને કારણે દિવસનું તાપમાન સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 25 ડિગ્રીએ પહોંચ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ફેબ્રુઆરીના રોજ પણ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ત્યાર બાદ 7 થી 9 ફેબ્રુઆરી સુધી આ રીતે પવન ફૂંકાશે. આવા સમયે, 6 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાન 10-12 ડિગ્રી વચ્ચે રહેશે.
Weather update :
- આકાશ સ્વચ્છ રહેશે
- મહત્તમ તાપમાન : 24.3°C
- લઘુત્તમ તાપમાન : 8.3 ડિગ્રી સેલ્સિયસ
- 3 ફેબ્રુઆરીના રોજ સૂર્યાસ્ત : સાંજે 6.02 કલાકે
- 4 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય : સવારે 08:00 કલાકે












Click it and Unblock the Notifications
