Weather Update: દિલ્લીમાં રવિવાર સૌથી વધુ ગરમ દિવસ રહ્યો, આગલા 7 દિવસ માટે IMDએ જાહેર કરી અપડેટ

Weather Update: દેશભરમાં કમોસમી વરસાદના કારણે અમુક સપ્તાહ સુધી આવેલ ઠંડક બાદ હવે ગરમીએ કહેર વરસાવવાનુ શરુ કરી દીધુ છે. દિલ્લીમાં રવિવારે(9 એપ્રિલ) મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. જે આ વર્ષનો સર્વાધિક પારો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પારો ધીમે-ધીમે વધશે. આ દરમિયાન દિલ્લીમાં હવાની ગુણવત્તામાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે એર ક્વૉલિટી ખરાબ શ્રેણીમાં જોવા મળી.

heatwave

ભારતીય હવામાન વિભાગ તરફથી અગાઉ રવિવાર અને મંગળવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આઈએડીએ હવે આમાં ફેરફાર કરીને કહ્યુ છે કે આવતા એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. દિલ્લીમાં તાપમાનનો પારો ઉંચકાતા આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ધીમે-ધીમે વધશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

ગુરુવાર સુધીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે રવિવાર સુધીમાં તે 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રવિવાર પહેલા 15 માર્ચે દિલ્લીનુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. બીજી તરફ શનિવારે તાપમાનનો પારો 34.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઓછુ છે. શનિવારે લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. સામાન્ય રીતે દિલ્લીમાં માર્ચ મહિનામાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ હતુ.

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે. ગત વર્ષે 29 અને 30 એપ્રિલના રોજ તાપમાનનો પારો 43.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે 2021માં 29 એપ્રિલે તાપમાનનો પારો 42.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 9 એપ્રિલે તાપમાનનો પારો 42.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને 9 એપ્રિલ, 2021ના ​​રોજ તે 40.1 ડિગ્રી સેલ્સિયસ પર હતો.

આના પરથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યુ છે કે આગામી દિવસોમાં તાપમાન વધશે. આગામી સપ્તાહ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X