Weather Update: દિલ્લી-NCRમાં ગાઢ ધૂમ્મસ અને શીત લહેરનો પ્રકોપ, ફ્લાઈટો અને ટ્રેનો પ્રભાવિત, જાણો આગાહી
Weather Update: પહાડો પરથી આવતા ઠંડા પવનોથી દિલ્લી કાંપી રહી છે. ગાઢ ધૂમ્મસ અને શીત લહેરના કારણે દિલ્હી-NCRમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે. જાન્યુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઠંડી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
જો કે હવામાન વિભાગે શનિવારે થોડી રાહત આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)નું અનુમાન છે કે શનિવારે સવારે મધ્યમ ધૂમ્મસ રહેશે. આનો અર્થ એ છે કે ગાઢ ધૂમ્મસમાંથી થોડી રાહત મળશે. શુક્રવારની રાતે ખૂબ જ ઠાર હતો. બર્ફીલા પવનોથી હાથ પણ બરફની જેમ થીજાતા હતા.

શુક્રવારે ગાઢ ધૂમ્મસ અને પ્રતિકૂળ હવામાનને કારણે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આવતી-જતી ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. ઓછામાં ઓછી 22 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી, જ્યારે 5 ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી, જેના કારણે હજારો મુસાફરોને અસર થઈ હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રમાણમાં અપ્રભાવિત દેખાઈ. જ્યારે 17 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત આવી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પારો ઘટીને 4.7 ડિગ્રી સેલ્સિયસ થયો હતો. IMD અનુસાર, લોધી રોડ ખાતે લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ, સફદરજંગ ખાતે 4.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાષ્ટ્રીય રાજધાનીના આયાનગર, રિજ અને પાલમ વિસ્તારોમાં 4.9, 3.2 અને 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશમાં ધૂમ્મસ અને કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મથુરા જિલ્લામાં શીત લહેર વચ્ચે શહેરમાં ગાઢ ધૂમ્મસને કારણે વિઝિબિલિટી પ્રભાવિત થઈ હતી. વાહનોની ઝડપ પર બ્રેક લાગી ગઈ છે.
#WATCH | People sit around the bonfire to keep themselves warm as the cold wave continues in Delhi.
— ANI (@ANI) January 26, 2024
(Visuals from Kamala Market shot at 12 am) pic.twitter.com/OPyGrYCRyu
#WATCH | Mathura, Uttar Pradesh: Visibility affected as dense fog blankets the city amid cold wave.
— ANI (@ANI) January 26, 2024
(Visuals shot at 12 am) pic.twitter.com/airVmDp7zD












Click it and Unblock the Notifications
