For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડી શકે છે, 3 દિવસ માટે અપાયુ ઓરેન્જ એલર્ટ

પહાડો પર થઈ રહેલી ભારે હિમવર્ષા વચ્ચે મેદાની વિસ્તારોમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પહાડો પર થઈ રહેલી ભારે હિમવર્ષા વચ્ચે મેદાની વિસ્તારોમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યુ છે. ઉત્તરાખંડના ચમોલીમાં મંગળવારે બદ્રીનાથ ધામમાં થયેલી લેટેસ્ટ હિમવર્ષા બાદ હવે હવામાન વિભાગે મેદાની વિસ્તારો માટે એલર્ટ જારી કર્યુ છે. હવાન વિભાગના જણાવ્યા મુજબ 21થી 23 એપ્રિલ દરમિયાન દેશના પૂર્વ અને પૂર્વોત્તર ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે વરસાદની ગતિવિધિઓ 21 એપ્રિલ એટલે કે મંગળવારે પોતાની ચરમ પર હશે. વરસાદની સંભાવનનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મંગળવાર માટે દેશના 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.

ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યા આ 11 રાજ્યો

ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યા આ 11 રાજ્યો

વરસાદના આ પૂર્વાનુમાનને જોતા હવામાન વિભાગે મંગલવાર માટે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાને ઓરેન્જ એલર્ટ પર રાખ્યા છે. આ ઉપરાંત અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મંગળવાર અને બુધવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હવામાન બગડવાની એલર્ટ મળ્યા બાદ આ 11 રાજ્યોના પ્રશાસને લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.

આ 4 રાજ્યો 23 એપ્રિલે પણ એલર્ટ પર

આ 4 રાજ્યો 23 એપ્રિલે પણ એલર્ટ પર

આ સાથે જ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાને 23 એપ્રિલે એટલે કે ગુરુવારે પણ ઓરન્જ એલર્ટ પર રાખ્યા છે. જો કે બીજી પૂર્વોત્તર અને પૂર્વી રાજ્યોમાં બુધવાર બાદથી વરસાદની ગતિવિધિઓ ધીમી પડી જશે. તેમછતાં આ રાજ્યોમાં યલોમાં રાખવામાં આવશે જે હેઠળ લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભેજવાળો પવન બદલશે હવામાન

ભેજવાળો પવન બદલશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી 3-4 દિવસ સુધી બંગાળની ખાડીથી પૂર્વોત્તર અને તેનીપાસેના પૂર્વી ભારતમાં ભેજવાળા પવન આવશે. આ પવનના કારણે આખા ક્ષેત્રમાં મંગળવારથી લઈ ગુરુવાર એટલે કે 23 એપ્રિલ સુધી ભારે વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાના અણસાર છે. અનુમાન મુજબ પૂર્વોત્તર રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ ઉપરાંત કરા પણ પડી શકે છે. વળી, ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદ તેમજ ગાજવીજ સાથે છાંટા પડવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે.

ઘણા રાજ્યોમાં વરસાદમાં ફેરફાર

ઘણા રાજ્યોમાં વરસાદમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆત બાદ પૂર્વી અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં વરસાદની ગતિમાં ફેરફાર જોવા મળ્યો છે. 1 માર્ચથી 20 એપ્રિલ વચ્ચે અરુણાચલ પ્રદેશમાં 140.7 મિમી, મણિપુરમાં 51.5 મિમી અને મિઝોરમમાં 56.3 મિમી વરસાદ થયો છે જે સરેરાશની તુલનામાં ઘણો ઓછો છે. વળી, અસમમાં 89.9 મિમી, નાગાલેન્ડમાં 73.9 મિમી અને ત્રિપુરામાં 99.6 મિમી તરીકે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે પૂર્વી રાજ્યો તરીકે બિહાર અને ઝારખંડમાં આ દરમિયાન વધુ વરસાદ થયો છે.

આ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા?આ પણ વાંચોઃ ફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા?

English summary
Weather Update: Eleven States Including Bihar And Jharkhand On Orange Alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X