Weather Update: દિલ્લી-એનસીઆરમાં ગરમી વધી, આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ, જાણો દેશનુ હવામાન
Weather Update: દિલ્હી-એનસીઆરમાં ગરમીનુ પ્રમાણ વધ્યુ છે પરંતુ રાતે અને સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બુધવારે દિલ્હી-NCRમાં હવામાન સ્વચ્છ રહેશે. વળી, આઈએમડી મુજબ આગામી છ દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
પહાડી વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા રહેવાની શક્યતા છે. 20 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં નવેસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકે તેવી શક્યતા છે. આઈએમડી અનુસાર 20થી 24 માર્ચની વચ્ચે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટોછવાયા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે પરંતુ તાપમાન યથાવત રહેશે.

દિલ્હીમાં સવારે ઠંડક છવાયેલી રહી જ્યાં તાપમાન સામાન્ય કરતા નીચું 11.9 ડિગ્રી સેલ્સિયસ હતું. આકાશ વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી હતી. સવારે 8:30 વાગ્યે ભેજ 67 ટકા પર પહોંચી ગયો, જ્યારે AQI 185 પર મધ્યમ શ્રેણીમાં રહ્યો. તમને જણાવી દઈએ કે AQI 147 'મધ્યમ', 301-400 'ખૂબ જ ખરાબ', 401-500 'ગંભીર'ની શ્રેણીમાં આવે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપીના હવામાનમાં પલટો આવી રહ્યો છે. 20 માર્ચે ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જ્યારે 21 માર્ચથી 23 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના ભાગો સૂકા રહેશે. હવામાન વિભાગે યુપીના 9 જિલ્લાઓ ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, જૌનપુર, વારાણસી, મિર્ઝાપુર, સોનભદ્ર, ચંદૌલી, ગાઝીપુરમાં હળવા ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પશ્ચિમ યુપીનું હવામાન 24 કલાક દરમિયાન શુષ્ક રહેશે.
મધ્યપ્રદેશના ચાર જિલ્લા અનુપપુર, ડિંડોરી, મંડલા અને બાલાઘાટમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 9 જિલ્લામાં કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વળી, 11 જિલ્લામાં તોફાન અને વરસાદની સંભાવના છે. નર્મદાપુરમ, રીવા, મૌગંજ, સતના, છિંદવાડા, મૈહર, પાંડુરણા, સીધી, કટની, નરસિંહપુર અને બેતુલ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં સવારે અને રાતે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, દિવસ દરમિયાન આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
