Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Weather Update: ગરમીએ વરસાવ્યો કહેર, હીટવેવ માટે એલર્ટ, બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ

Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય આંધ્ર પ્રદેશ અને બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં આવતા 3-4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહી શકે છે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર મિશ્રાએ ગુરુવારે હીટવેવ માટે એલર્ટ જાહેર કરીને નાગરિકોને સાવચેતીના પગલાં લેવા માટે સલાહ આપી છે. હવામાન વિભાગ દ્વારા 14 અને 15 એપ્રિલ માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

heatwave

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં બારીપાડા ગુરુવારે સૌથી વધુ ગરમી હતી, જ્યાં તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. આ સિવાય અંગુલમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ, તાલ્ચરમાં 42 ડિગ્રી સેલ્સિયસ, ભવાનીપટનામાં 42 ડિગ્રી સેલ્સિયસ, બાલાંગિરમાં 42 ડિગ્રી સેલ્સિયસ, બુદ્ધમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ, સોનપુરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ, તિતિલાગઢમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.

IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર મિશ્રાએ કહ્યુ કે અમે 14 અને 15 એપ્રિલ માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. ઓડિશામાં આગામી 3 દિવસ સુધી ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા છે. આ કારણે અમે નાગરિકોને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે જો બપોર પછી કોઈ તાત્કાલિક કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો.

આ ઉપરાંત કાળઝાળ ગરમીને જોતા મહેસૂલ મંત્રી પ્રમિલા મલિકે કહ્યું છે કે 16 એપ્રિલે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલની શરૂઆતમાં, હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમ અને દ્વીપકલ્પના વિસ્તારોના કેટલાક ભાગો સિવાય એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય મહત્તમ તાપમાનની આગાહી કરી હતી.

IMD મુજબ ગંગાના પશ્ચિમ બંગાળના અલગ-અલગ ભાગોમાં સોમવાર (17 એપ્રિલ), ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં શનિવાર (15 એપ્રિલ) સુધી અને બિહારમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં મહત્તમ તાપમાન હાલમાં 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યુ હતુ કે બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં 20 એપ્રિલથી 26 એપ્રિલની વચ્ચે થોડા દિવસો માટે હીટવેવ રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X