Weather Update: હવે વધશે ગરમી, આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો દેશના મોસમના હાલ
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળુ પડવાના કારણે આગલા 5 દિવસ સુધી ઉત્તર ભારતમાં હવામાન સામાન્ય રહેશે. જો કે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ મુજબ આગલા 5 દિવસ સુધી દિલ્લી-એનસીઆરમાં વરસાદ નહિવત છે. તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. દિલ્લીનુ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન પલટાતા હવે ગરમી વધવા લાગી છે. ગુરુવારે દિલ્લીમાં પારો મહત્તમ 33.5 ડિગ્રી અને લઘુત્તમ 17.2 ડિગ્રી નોંધવામાં આવ્યો હતો.

આગલા 5 દિવસ ભારે વરસાદની સંભાવના નહિ
હવામાન વિભાગ 7 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાના અને ઓડિશાના અમુક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની પણ સંભાવના છે. જો કે, આગલા 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નથી. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં હળવા વરસાદની સંભાવના છે.
ગરમી વધશે, હવામાન રહેશે સૂકુ
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગલા ઘણા દિવસો સુધી ભારતનુ હવામાન સૂકુ રહેશે. પારો વધશે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્લી અને પશ્ચિમ યુપીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે રહેશે.
તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો
ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગો, ઉત્તરપૂર્વ ભારતના ભાગો, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી ઓછુ હતુ અને દેશના બાકીના ભાગોમાં સામાન્ય કરતા નીચુ હતુ. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
