Weather Update: હીટવેવનો પ્રકોપ, 5 રાજ્યોમાં લૂ માટે એલર્ટ, અમુક જગ્યાએ પારો 44 ડિગ્રીને પાર

Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. અમુક જગ્યાએ ભયંકર હીટવેવ જ્યારે અમુક સ્થળોએ સતત વરસાદ વરસી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યુ છે. પાંચ રાજ્યોમાં ભીષણ લૂની સ્થિતિ રહેશે. આઈએમડી મુજબ આવનારા પાંચ દિવસોમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને તટીય આંધ્ર પ્રદેશમાં હીટવેવ વધશે.

heatwave

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારો અને મધ્ય પ્રદેશ તેમજ પૂર્વ ભારતના અમુક ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાનુ અનુમાન છે. જો કે, દિલ્લી-એનસીઆરમાં આવનારા અમુક દિવસો ગરમીથી રાહત રહેશે. આઈએમડી મુજબ અહીં આગલા ચાર દિવસ સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ સહિત મધ્ય-પૂર્વના ઘણા રાજ્યોમાં લૂના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં સ્કૂલો અને કૉલેજો શનિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારથી આખા રાજ્યમાં લૂ અને ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે.

પંજાબ અને હરિયાણામાં પણ ભયંકર ગરમી પડી રહી છે. જેના કારણે અહીં લૂ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બીજી તરફ, હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં મંગળવાર અને હિમાચલ પ્રદેશમાં 18 અને 19 એપ્રિલે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, ઉત્તરાખંડમાં 19 એપ્રિલે વરસાદ થઈ શકે છે.

હવામાનની ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમી મધ્ય પ્રદેશના મોટાભાગના સ્થળોએ હવામાન ચોખ્ખુ રહેશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબના અમુક ભાગો, હરિયાણા, ગંગીય પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે સ્થળોએ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. તેલંગાના, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં પણ અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X