For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: કાળઝાળ ગરમી શરુ, બે રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, હજુ તાપમાન વધશે

|
Google Oneindia Gujarati News

Weather Update: દેશના મોટાભાગના સ્થળોએ કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાજ્યોમાં આવનારા 5 દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશામાં આજ(13 એપ્રિલ)થી અને ગંગીય પશ્ચિમ બંગાળમાં કાલ(12 એપ્રિલ)થી હીટવેવની શરુઆત થઈ ગઈ છે. જે 16 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે.

heatwave

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં અમુક રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેનાથી પાર જઈ શકે છે. ઓડિશામાં 15 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. જો કે, પહાડી વિસ્તારોમાં તાપમાન સૂકુ રહેવાનુ અનુમાન છે.

Satish Kaushik B'day: સતીશ કૌશિક રહેતા હતા ચિંતામાં, આવતા હતા સુસાઈડના વિચારો, જાણો કારણSatish Kaushik B'day: સતીશ કૌશિક રહેતા હતા ચિંતામાં, આવતા હતા સુસાઈડના વિચારો, જાણો કારણ

રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુચ અહીં તાપમાનમાં વધારો થશે અને રવિવાર સુધી પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે, આજે આંશિક વાદળો છવાયેલા રહેશે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ તાપમાનમાં વધારો જોવા મળશે.

Coronavirus Update: કોરોના વાયરસના દૈનિક કેસ 10 હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા, એલર્ટCoronavirus Update: કોરોના વાયરસના દૈનિક કેસ 10 હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા, એલર્ટ

મહારાષ્ટ્રમાં વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગલા પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. વળી, મહારાષ્ટ્ર અને કોંકણના અમુક ભાગોમાં આજે કરાવૃષ્ટિ પણ થઈ શકે છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ કેરળના દક્ષિણ ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે.

Akshay Tritiya/Akha Trij 2023: આ 5 રાશિઓની આર્થિક તંગી થશે દૂર, ખર્ચ કરશે તો પણ ભરેલી રહેશે તિજોરીAkshay Tritiya/Akha Trij 2023: આ 5 રાશિઓની આર્થિક તંગી થશે દૂર, ખર્ચ કરશે તો પણ ભરેલી રહેશે તિજોરી

આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 અને 16 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, 16 એપ્રિલના રોજ પંજાબ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે. તમિલનાડુ અને તટીય કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

Akshay Tritiya Facts: વણજોયા મૂહુર્ત અક્ષય તૃતીયા કે અખાત્રીજ સાથે જોડાયેલી આ વાતો બહુ ઓછા લોકો જાણે છેAkshay Tritiya Facts: વણજોયા મૂહુર્ત અક્ષય તૃતીયા કે અખાત્રીજ સાથે જોડાયેલી આ વાતો બહુ ઓછા લોકો જાણે છે

English summary
Weather Update: Heatwave alert in two states, rainfall forecast for these places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X