Weather Update: ગરમીનુ રૌદ્ર રુપ શરુ, આ 4 રાજ્યોમાં લાગશે ભયંકર લૂ, જાણો દેશમાં હીટવેવની સ્થિતિ
Weather Update: દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી પ્રકોપ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારતના અમુક ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા ચારથી પાંચ દિવસ દરમિયાન પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ અને બિહારમાં લૂની સ્થિતિ રહેશે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ 14થી 18 એપ્રિલ દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ સ્થળોએ હીટવેવની સ્થિતિ પ્રવર્તે છે. ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં 14થી 16 એપ્રિલ દરમિયાન હીટવેવની સંભાવના છે. 14થી 15 એપ્રિલ દરમિયાન ઓડિશામાં અને 15થી 18 એપ્રિલ દરમિયાન બિહારમાં હીટ વેવની શક્યતા છે.
મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચવાની સંભાવના છે. IMD મુજબ, આગામી 4-5 દિવસ દરમિયાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, કેરળ અને માહે, જમ્મુ વિભાગ, પંજાબમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી વધુ રહેશે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે.
દેશના બાકીના મોટાભાગના સ્થળોએ તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે. હવામાન એજન્સીએ જણાવ્યુ હતુ કે આગામી 3 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 14 એપ્રિલે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે.












Click it and Unblock the Notifications
