Weather Update: દિલ્લી સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
Weather Update: દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હળવાથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે પાટનગરનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 72 કલાકથી સતત હળવા વરસાદને કારણે ઉત્તર ભારતમાંથી ચોમાસું પાછું જવામાં વિલંબ થઈ શકે છે. IMDએ દિલ્હીમાં ભારે વરસાદનો સંકેત આપતા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

જેની અસર શુક્રવારે ટ્રેન, રોડ અને એર સર્વિસને અસર થઈ શકે છે. IMDએ શુક્રવારે દેશના અન્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુરુવારે પાણી ભરાવાને કારણે દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. મકરબા ચોક, આઝાદપુર ચોક, જીટીકે રોડ, ખાનપુર ટી પોઈન્ટથી મેહરૌલી અને આઈટીઓ નજીક જેવા મુખ્ય સ્થળોએ વરસાદને કારણે ઘણો ટ્રાફિક જામ થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું કે મોનસુન ટ્રફ હાલમાં ગુજરાતના પશ્ચિમ કિનારેથી દક્ષિણ કર્ણાટક સુધી ચાલી રહી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં કચ્છ નજીક, પંજાબમાં અમૃતસર નજીક અને બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નજીક ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાનની આ પેટર્નને કારણે શુક્રવારે પંજાબથી લઈને બંગાળની ખાડી સુધીના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, ઓડિશા, દક્ષિણ પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ-હરિયાણા અને આસામમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
