Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે દિલ્લી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે પણ ચાલુ રહેશે. જેના પરિણામે દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આઈએમડીએ આજે પણ દિલ્લી સહિત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, બંગાળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

દિલ્લીમાં આજે પડશે વરસાદ
તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા રાજ્યોમાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. રવિ પાકને નુકશાન થઈ રહ્યુ છે. ઉનાળામાં વરસાદના કારણે લોકોની તબિયત પણ બગડી રહી છે. દિલ્લીમાં આજે પણ વરસાદ પડશે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે વરસાદને કારણે રાજધાનીના વાતાવરણમાં અને પ્રદૂષણમાં ઘણો સુધારો થયો છે.
આ રાજ્યોમાં કરા અને ગાજવીજ સાથે વરસાદ
રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 3-4 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 3 અને 4 એપ્રિલે કરા પડવાની શક્યતા છે, જ્યારે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 3 એપ્રિલે કરા પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 5 એપ્રિલ સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 5 એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સાથે ઉત્તરપૂર્વમાં સમાન હવામાનની અપેક્ષા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થતા જ તાપમાન વધશે
દક્ષિણના રાજ્યોમાં, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં આજે પણ કરા પડી શકે છે. યુપીના અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ વરસાદને કારણે ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થતા જ તાપમાન વધશે અને લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે.












Click it and Unblock the Notifications
