Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heavy Rain in Kerala-Mizoram: કેરળ-મિઝોરમમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 23 લોકોના મોત, સ્કૂલો-કૉલેજો બંધ

Heavy rain in Kerala- Mizoram: સમગ્ર ઉત્તર ભારત આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કેરળ અને મિઝોરમમાં વરસાદ જીવલેણ બન્યો છે.

તમને જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ત્યાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજથી આવતીકાલ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

kerala rain

તેણે પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર કરીને કહ્યું છે કે વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને તેથી તેણે માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરી છે.

IMDએ કહ્યું છે કે કેરળમાં વરસાદનું કારણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી છે. તેમનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31મી મે સુધીમાં કેરળમાં પહોંચી જશે, તે તેની નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા ત્યાં પહોચી જશે અને તેથી જ કેરળમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં લોકોને હવામાન પ્રત્યે સજાગ રહેવા જણાવાયું છે.

બીજી તરફ ઉત્તરપૂર્વમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મિઝોરમમાં વરસાદને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આઈઝોલની બહારની એક પથ્થરની ખાણ મંગળવારે સવારે તૂટી પડતાં દસ લોકો માર્યા ગયા હતા અને કેટલાય લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પરંતુ સતત વરસાદને કારણે તપાસમાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના આજે સવારે લગભગ 6 વાગે મેલ્થમ અને હલીમેન વચ્ચે થઈ હતી. વરસાદને કારણે અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સમય પહેલા પહોંચતું ચોમાસું આ વખતે ઘણું સારું રહેશે. આ વખતે સામાન્ય કરતાં સારો વરસાદ થશે, જે ખેતીની દૃષ્ટિએ ખૂબ જ સારી બાબત છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ગત વખતે અસમાન વરસાદ જોવા મળ્યો હતો.

પરંતુ આ વખતે IMDએ કહ્યું છે કે પ્રવર્તમાન સ્થિતિ અનુસાર આ વખતે સમગ્ર ઉત્તર ભારતમાં સારો અને એકસરખો વરસાદ જોવા મળશે, જ્યારે બીજી તરફ એવો અંદાજ છે કે ચોમાસું જૂનના અંતિમ સપ્તાહમાં દિલ્હી પહોંચશે અને જુલાઈમાં સમગ્ર દેશમાં તેને આવરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X