Weather Update: ગુજરાત, રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં 48 કલાકમાં ભારે વરસાદનુ એલર્ટ, જાણો હવામાનની આગાહી

Weather Update: આ અઠવાડિયે ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભેજવાળી ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. 26 જુલાઈથી 27 જુલાઈ સુધી દિલ્હીમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. IMD અનુસાર, 27 જુલાઈ સુધી ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ દરમિયાન સવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાતના પોરબંદરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.

rain

ગુજરાતના કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ

મોડી રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે (IMD) એ આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય બે દિવસ એટલે કે 24મી અને 25મી જુલાઈ સુધી વાદળછાયું રહેશે. કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. IMDની આગાહી મુજબ, 26 અને 27 જુલાઈએ કચ્છમાં 204 મીમી સુધી વરસાદ પડી શકે છે. અહીં આ અઠવાડિયે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદના અણસાર

હવામાન વિભાગે જણાવ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. IMDની આગાહી મુજબ રાજસ્થાનમાં 23-24 જુલાઈએ 115.6-204.4 મીમી, હરિયાણા અને ગુજરાતમાં 23 જુલાઈએ એટલે કે આજે 115.6-204.4 મીમી વરસાદની શક્યતા છે.

હિમાચલમાં પણ અલગ-અલગ સ્થળોએ વરસાદની આગાહી

આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ 23 થી 27 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તરાખંડમાં 25 જુલાઈ સુધી આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X