Weather Update: સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, રસ્તાઓ પાણીમાં ગરકાવ, શાળા-કૉલેજો બંધ, ટ્રેનો રદ

Weather Update: સતત વરસી રહેલા વરસાદના કારણે દિલ્લી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં હાલ બેહાલ છે. દિલ્લીમાં ગઈ રાતે થયેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

આજે પશ્ચિમ હિમાલય, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી અને રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, યુપીમાં અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે.

delhi rain

વળી, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વળી, અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, ઝારખંડમાં 10-12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે.

સોમવારથી આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં 11-13 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં તટીય કર્ણાટક અને કેરળમાં આગલા 5 દિવસોમાં હળવાથી ભારે વરસાદનુ અનુમાન છે. કાશ્મીરમાં પહેલાથી સ્થિતિ કરતા સુધારો થયો છે અને તેથી જ ફરીથી અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે.

દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડી દીધો છે. અહીં છેલ્લા 41 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ વરસ્યો છે. હાલમાં દિલ્હીના રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, ટ્રાફિકને માઠી અસર થઈ છે. લોકોને ઓફિસ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી ઘણી જગ્યાએ ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતીય રેલ્વેએ 17 ટ્રેનો રદ કરી છે અને 12 વધુ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કર્યા છે. વરસાદને જોતા દિલ્હી-NCRમાં આજે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. તો ત્યાં અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આજે દિલ્હી સરકારના મંત્રી અને મેયર શેલી ઓબેરોય અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.

આજે પણ રાજધાનીમાં વરસાદ પડશે એટલે આજે પણ અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે આજે બપોરે સચિવાલયમાં બેઠક બોલાવી છે. મંત્રી સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંબંધિત અધિકારીઓ બેઠકમાં હાજરી આપશે.

પંજાબમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા ઘરોમાં અને કારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને નદી પાસે ન જવાની અપીલ કરવામાં આવી છે. પંજાબ અને ચંદીગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પંજાબ અને ચંદીગઢમાં આજે અને કાલ માટે શાળાઓ બંધ રાખવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. પાંચ નાના પુલ ધોવાઈ ગયા છે. પંડોહમાં બિયાસ નદી પરનો 100 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો છે. લાલ પુલ, મંડી ટાઉન અને જોગીન્દર નગરને જોડતા કુન વિસ્તારમાં એક પુલ ઉપરાંત પંચવક્ત્ર મંદિર અને દાવરા વિસ્તારમાં ફૂટ બ્રિજ ધોવાઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X