Weather Updates: દિલ્લીમાં વરસાદ, હરિયાણા-યુપી-રાજસ્થાનમાં ભારે વરસાદનુ એલર્ટ
આજે સવારથી જ દિલ્લી-એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ આજે સવારથી જ દિલ્લી-એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદના કારણે હવામાનમાં ઠંડક થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ હવામાન વિભાગે અહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આઈએમડીએ એલાન કર્યુ છે કે આવતા અમુક કલાકો દરમિયાન હરિયાણા, યુપી, રાજસ્થાનના અમુક ભાગોમાં, આખી દિલ્લીના મોટાભાગના સ્થળોએ ભારે વરસાદનુ અનુમાન છે અને આના કારણે તેણે અહીં એલર્ટ જારી કર્યુ છે.

દિલ્લીમાં વરસાદ
વળી, આઈએમડીએ જણાવ્યુ છે કે બદરૂગઢ, ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, બલ્લભગઢ, લોની દેહાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અમુક સ્થળોએ વરસાદ વરસી શકે છે
વળી, આજે ખતૌલી, દૌરાલા, મેરઠ, મોદીનગર, અમરોહા, ગઢમુક્તેશ્વર, સિયાના, હાપુડ, પિલાખુઆ, સહસવાં, નરૌરા, અનૂપશહર, જહાંગીરાબાદ, બુલંદશહર, ગુલાટી, બરસાના(યુપી) કોટપુતલી, ભિવાડી, અલવર, તિજારા(રાજસ્થાન)માં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ગુરુગ્રામ, ફરીદાબાદ, યમુનાનગર, કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, પાનીપતના અમુક સ્થળોએ મેઘ વરસી શકે છે.

ભારે વરસાદના અણસાર
તમને જણાવી દઈએ કે આઈએમડીના વૈજ્ઞાનિક રાજેન્દ્રકુમાર જેનામનીએ કાલે કહ્યુ હતુ કે વાવાઝોડુ તૌકતે નબળુ પડી ગયુ છે પરંતુ આની અસર યુપીમાં ચાલુ રહેશે અને અહીં ભારે વરસાદના અણસાર છે જ્યારે ઉત્તરાખંડ પર પણ આની એક દિવસની અસર રહેશે જેના કારણે ઉત્તરાખંડમાં વધુ એક દિવસ ભારે વરસાદ થશે.

કેદારનાથમાં જોરદાર હિમવર્ષા
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં રેડ એલર્ટ ચાલુ છે. અહીંના બદરીનાથ અને કેદારનાથ ધામમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરકાશી, ચમૌલી, પિથોરાગઢ દહેરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
