Weather Update: દેશમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની સંભાવના, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશમાં અમુક સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આવો જાણીએ આજની હવામાન અપડેટ.

Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને અમુક ભાગોમાં હળવો વરસાદ કે હિમવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે. વળી, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર પ્રભાવિત થશે. જો કે દિલ્લી-એનસીઆરમાં આગલા બે દિવસ સુધી હવામાન સાફ રહેવાની આગાહી વિભાગે કરી છે.

દિલ્લી-એનસીઆરમાં વધ્યુ તાપમાન

દિલ્લી-એનસીઆરમાં વધ્યુ તાપમાન

તમને જણાવી દઈએ કે દિલ્લી-એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. જો કે, ગઈકાલથી તાપમાનમાં વધારો થયો છે. આજે પણ તેજ પવનો સાથે તાપમાનમાં વધારાની સંભાવના છે. આજનુ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની સંભાવના છે. વળી, 3 અને 4 ફેબ્રુઆરીએ દિલ્લી-એનસીઆરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હિમવર્ષાના કારણે રસ્તાઓ અને પાણી પુરવઠા યોજનાઓ ઠપ્પ

હિમવર્ષાના કારણે રસ્તાઓ અને પાણી પુરવઠા યોજનાઓ ઠપ્પ

હિમાચલ પ્રદેશમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ત્રણ નેશનલ હાઈવે સહિત 350થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના ડેટા મુજબ રાજ્યમાં 540 ટ્રાન્સફૉર્મર અને 34 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. કિન્નૌર જિલ્લાના પૂહ અને કાલ્પામાં ક્રમશઃ 11 અને 8.6 સેમી હિમવર્ષા થઈ છે. વળી, શિમલાના ખાદરાલામાં 6 સેમી, લાહોલ-સ્પીતિના કુકુમસેરી અને કલાંગમાં ક્રમશઃ 4.8 સેમી અને 3 સેમી હિમવર્ષા થઈ છે.

કાશ્મીરમાં હાઈવે બંધ, વરસાદ-હિમવર્ષાની સંભાવના

કાશ્મીરમાં હાઈવે બંધ, વરસાદ-હિમવર્ષાની સંભાવના

કાશ્મીરની વાત કરીએ તો હિમવર્ષાના કારણે બંધ કરવામાં આવેલી હવાઈ સેવાઓ મંગળવારે ચાલુ કરી દેવામાં આવી છે. હિમવર્ષા અને ભૂસ્ખલનના કારણે ઘણી જગ્યાએ નેશનલ હાઈવે બંધ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવાર સુધી વાદળો છવાઈ રહેવા અને શનિવાર સુધી હવામાન સૂકુ રહેવાનુ અનુમાન છે. વિભાગે રવિવારે હળવા વરસાદ કે હિમવર્ષાની સંભાવના પણ વ્યક્ત કરી છે. રાજસ્થાનના મોટાભાગના હિસ્સામાં મંગળવારે ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જયપુર એરપોર્ટ પર વિઝિબિલિટી 50 મીટર નોંધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X