Weather Update: દિલ્લી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ, અહીં કોલ્ડવેવ, હિમવર્ષા સાથે કરા પડવાની પણ સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આવો જાણીએ આજની વેધર અપડેટ..

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં 29 અને 30 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યુ કે એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે જે પૂર્વ દિશા તરફ આગળ વધવાની સંભાવના છે. જેની અસરથી પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદ તેમજ હિમવર્ષાની સંભાવના છે. વળી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવના છે.

himachal pradesh

ઠંડીનો પ્રકોપ યથાવત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. દિલ્લીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે આ મહિનાનુ સૌથી વધુ તાપમાન હતુ. વરસાદના કારણે આગલા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આઈએમડી મુજબ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને તેને અડીને આવેલો દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપરનો નીચા દબાણનો વિસ્તાર ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. તે 1 ફેબ્રુઆરીની આસપાસ શ્રીલંકાના કિનારે પહોંચે તેવી શક્યતા છે. માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

cold

વરસાદની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્રમાં હળવાથી તેજ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન 29 અને 30 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. 28 અને 29 જાન્યુઆરીએ રાજસ્થાનમાં અને 29 જાન્યુઆરીએ દિલ્લીમાં આ પ્રકારનુ હવામાન રહેવાની સ્થિતિ છે. વળી, દિલ્લીમાં આજે પણ ઝડપી પવનો ફૂંકાશે.

delhi

કરા પડવાની અને કોલ્ડવેવની સંભાવના

28 જાન્યુઆરીએ પંજાબ અને હરિયાણાના અલગ-અલગ ભાગોમાં કોલ્ડવેવનુ અનુમાન છે. આવતા 24 કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે. આ ઉપરાંત 29 અને 30 જાન્યુઆરીએ પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં અને 29 જાન્યુઆરી સુધી રાજસ્થાનના ઘણા ભાગોમાં કરા પડવાની સંભાવના છે. 29 અને 30 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 20-30 કિમી સુધી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 3થી 5 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. ત્યારબાદ બે દિવસમાં 3થી 5 ડિગ્રી તાપમાન વધી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X