Weather Update: મહારાષ્ટ્ર્માં રેડ એલર્ટ, આંધ્રમાં પૂરની ચેતવણી, IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યુ વરસાદનુ એલર્ટ
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ માટે હવામાન ચેતવણીઓ જાહેર કરી છે કારણ કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની તૈયારી છે. આઈએમડીની આગાહી મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશામાં ભારે વરસાદ પડશે. હિમાચલ પ્રદેશ જેવા પૂરથી પ્રભાવિત પર્વતીય રાજ્યોમાં કોઈ રાહત નથી.
આ ઉપરાંત 22 અને 23 જુલાઈ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. બીજી તરફ 22-24 જુલાઈ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 22 જુલાઈએ પંજાબ અને હરિયાણામાં વરસાદ પડશે. 23થી 25 જુલાઈ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં, 24 જુલાઈએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અને 25 જુલાઈએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. 22 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
આઈએમડી મુજબ આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
આગામી 5 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘાટ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ સતત વરસાદ પડશે. આગામી 24 કલાક દરમિયાન મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
આ ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 22થી 24 જુલાઈના રોજ તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન મુજબ તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં 25 જુલાઈએ વરસાદ પડશે. આંધ્ર પ્રદેશ સત્તાવાળાઓએ ગોદાવરી નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પૂરની ચેતવણી જાહેર કરી છે.
વળી, 22થી 24 જુલાઈ દરમિયાન ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 22થી 24 જુલાઈ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
22 જુલાઈએ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં 22થી 25 જુલાઈ અને અરુણાચલ પ્રદેશમાં 23થી 25 જુલાઈ દરમિયાન વરસાદ પડશે.












Click it and Unblock the Notifications
