For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધ

માયાનગરી મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. વરસાદની સંભાવનાના કારણે આજે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

માયાનગરી મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. વરસાદની સંભાવનાના કારણે આજે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વળી, ટ્રેન અને વિમાન સેવાઓ પણ બંધ રહેવાની સંભાવના છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, સતત થઈ રહેલા વરસાદના કારણે માયાનગરીનું જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.

rain

વરસાદા કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલુ છે. ગઈકાલે પણ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યુ સુધી મુંબઈમાં સો મિમી વરસાદ થયો. વરસાદના કારણે ગણપતિ વિસર્જનમાં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ભારે વરસાદના કારણે મુંબઈની જાન લોકલ ટ્રેનો રોકી દેવામાં આવી. લગભગ દરેક સ્ટેશન પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આજે પણ ભારે વરસાદની સંભાવનાને કારણે બધી શાળાઓ અને કોલેજો બંધ કરવાનું એલાન કરવામાં આવ્યુ છે. વળી, મુંબઈ પ્રશાસને લોકોને સલાહ આપી છે. લોકોને કહેવામાં આવ્યુ છે કે જરૂરિયાત હોય ત્યારે જ ઘરમાંથી બહાર નીકળવુ. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ જારી કર્યુ છે અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ ડીકે શિવકુમારને અદાલતે 13 સપ્ટેમ્બર સુધી ઈડીની રિમાન્ડ પર મોકલ્યાઆ પણ વાંચોઃ ડીકે શિવકુમારને અદાલતે 13 સપ્ટેમ્બર સુધી ઈડીની રિમાન્ડ પર મોકલ્યા

English summary
In view of heavy rains today & rainfall forecasts as a precautionary measure, a holiday is declared for all schools & junior colleges in Mumbai, Thane & Konkan region tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X