Weather Update: દિલ્લી સહિત દેશના 12 રાજ્યોમાં આજે પણ વરસાદ માટે એલર્ટ

હવામાન વિભાગે મુંબઈ સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. આ ક્ષેત્રોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

rain

Weather Update: દેશના ઘણા રાજ્યોમાં હાલમાં વરસાદી માહોલ છવાયેલો છે. પશ્ચિમ હિમાલયમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડી રહેલા વરસાદના કારણે ગરમીથી તો છૂટકારો મળ્યો છે પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે મુંબઈ સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્લીમાં કાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને તાપમાનમાં પણ ભારે ઘટાડો થયો હતો. આજે મંગળવારે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે, અહીં મહત્તમ તાપમાન 26ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં રાજધાનીમાં વાદળછાયુ વાતાવરણ છે, જો કે વરસાદને કારણે દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.

ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ઠંડા પવનોનો સામનો કરવો પડશે. કાશ્મીર અને હિમાચલમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X