Weather Update: શીતલહેરનો પ્રકોપ શાંત, પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ શાંત થયો છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ ઠંડી ગઈ નથી. વળી, પહાડી પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં જાણો હવામાન અપડેટ.
Weather Update: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે અને શીતલહેરમાંથી રાહત મળી છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ ઠંડી સંપૂર્ણપણે ગઈ નથી. 11 ફેબ્રુઆરી એટલે કે આજે શનિવારે પહાડી પ્રદેશોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના હોવાથી મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. તેમછતાં શીતલહેરનો પ્રકોપ જોવા નહિ મળે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.

દિલ્લીમાં ભારે પવન ફૂંકાશે
હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 9થી 12 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ રાજધાની દિલ્લીની વાત કરીએ તો દિલ્લીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે. જો કે આ દરમિયાન દિલ્લીવાસીઓને ભારે પવનનો સામનો કરવો પડી શકે છે. દિલ્લીમાં તેજ પવનની પ્રક્રિયા આગામી બે દિવસ સુધી ચાલુ રહી શકે છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી પર્વતોમાં હવામાનમાં ફેરફાર શરૂ થઈ શકે છે. જો કે શુક્રવારથી જ કેટલાક પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથ ધામમાં 2 ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે. વળી, ચમોલીમાં બરફવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે.

હળવા વરસાદની સંભાવના
જોશીમઠમાં પણ હિમવર્ષા થઈ છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ભાગોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થશે. આ કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.












Click it and Unblock the Notifications
