Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

Weather Update: દેશના ઘણા ભાગોમાં વરસી રહેલ કમોસમી વરસાદ હજુ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. આજે પણ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગનની લેટેસ્ટ અપડેટ મુજબ આજે દિલ્લીમાં વરસાદની સંભાવનાના કારણે તાપમાનમાં ઘટાડો થશે.
દિલ્લીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. અમુક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે દિલ્લીનુ પ્રદૂષણ ઘટી ગયુ છે, નોઈડામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની શક્યતા છે.
દિલ્લી ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ, હરિયાણા, જમ્મુ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ, માહે, આંધ્રપ્રદેશમાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ વરસાદ દરમિયાન ખૂબ જ જોરદાર પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે.
આજે પૂર્વોત્તર અને દક્ષિણ કાંઠામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ અરબી સમુદ્રમાં પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. વળી, પંજાબ-હરિયાણામાં આજે કરા પડી શકે છે. તેથી જ અહીં યલો એલર્ટ ચાલુ છે. હવામાનનુ આ વિપરીત વલણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બન્યુ છે જે હાલમાં ઈરાન પર છે અને આગામી બે દિવસમાં તે ઉત્તર ભારત તરફ આગળ વધશે અને તેના કારણે દેશમાં હવામાન બગડ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુના કારણે શરદી, ઉધરસ અને તાવનુ જોખમ વધી રહ્યુ છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
