Weather Update: દિલ્લીમાં વરસાદની સંભાવના, જમ્મુ-કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે, હિમવર્ષા યથાવત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી અને હળવા વરસાદ સાથે હિમવર્ષા યથાવત રહેશે. અહીં જાણો હવામાન અપડેટ.

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે દેશની રાજધાનીમાં વાદળો છવાયેલા રહેશે તેમજ હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. વાદળોના કારણે રાતના સમયમાં વધુ ઠંડી રહે છે. આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમી ભારતને પ્રભાવિત કરનાર એક તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દિલ્લીમાં ગુરુવાર સુધી હળવો વરસાદ થવાનુ અનુમાન છે.

જમ્મુ કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે

જમ્મુ કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે

જમ્મુ કાશ્મીરમાં ઘણા વિસ્તારોમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે નોંધવામાં આવ્યો. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -2.3 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં -9.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યુ. વળી, કાજીગુંડમાં લઘુત્તમ તાપમાન -0.6 ડિગ્રી સેલ્સિયસ તેમજ દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં લઘુત્તમ તાપમાન -3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વળી, કુપવાડામાં લઘુત્તમ તાપમાન -3.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ. વિભાગના જણાવ્યા મુજબ અહીં શનિવાર અને રવિવારે અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ કે હિમવર્ષા થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા

હિમાચલ પ્રદેશમાં પણ આદિવાસી તેમજ ઉંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને નીચલા પહાડી વિસ્તારોમાં હળવા વરસાદ સાથે કોલ્ડવેવ વધુ તીવ્ર બની. અધિકારીઓના જણાવ્યા મુજબ રોહતાંગ, અટલ સુરંગ, સોલંગ, જલોરિજ્યોત, કુકમસેરી, કેલાંગ, ચૌધર અને ટિંડીમાં હિમવર્ષા થઈ. વળી, મનાલી, ચંબા, બિલાસપુર, ઉના, શિમલા, સુંદરનગર અને ભુંતર સહિત ઘણા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો. સ્થાનિક હવામાન વિભાગે મેદાની અને નીચલા પહાડી વિસ્તારોમાં વિજળી પડવા અને હિમવર્ષાની આગાહી કરી છે. વળી, 30 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

પંજાબ અને હરિયાણામાં વરસાદ સાથે ઠંડી

પંજાબ અને હરિયાણામાં વરસાદ સાથે ઠંડી

પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં પણ હળવો વરસાદ નોંધવામાં આવ્યો. ઘણા ભાગોમાં હજુ કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચંદીગઢમાં હળવો વરસાદ થયો છે. ભટિંડામાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વળી, લઘુત્તમ તાપમાન ગુરદાસપુરમાં 5 ડિગ્રી, બરનાલામાં 6.4 ડિગ્રી, અમૃતસરમાં 6.2 ડિગ્રી, લુધિયાણામાં 7.4 ડિગ્રી, પટિયાલામાં 9.3 ડિગ્રી, હરિયાણાના સિરસામાં 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.

રાજસ્થાનમાં પણ વરસાદ

રાજસ્થાનમાં પણ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવો વરસાદ થયો અને ભરતપુરના વૈરમાં મહત્તમ 21 મિમી વરસાદ નોંધવામાં આવ્યો. વિભાગ મુજબ ભરતપુરના રુપવાસમાં 17 મિમી, ગંગાપુર અને બયાનામાં 11-12 મિમી વરસાદ નોંધવામાં આવ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અન્ય વિસ્તારો ભરતપુર, સવાઈ માધોપુર, કરૌલી અને ધૌલપુરમાં પણ મંગળવારે સવારે હળવો વરસાદ થયો. વળી, બીજી તરફ ઘણા વિસ્તારોમાં રાતનુ તાપમાન વધી ગયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X