Weather Update: આ રાજ્યો માટે વરસાદ અને શીતલહેરનુ એલર્ટ જાહેર, જાણો હવામાનની આગાહી
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં વરસાદ અને કોલ્ડવેવની ચેતવણી જાહેર કરી છે. IMDએ કહ્યું છે કે, 10થી 14 ફેબ્રુઆરી દરમિયાન ભારતના મધ્ય ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાનમાં આ ફેરફાર મધ્યપ્રદેશ, વિદર્ભ સાથેના પ્રદેશ પર ટ્રફ/ચક્રવાતી પરિસંચરણને આભારી છે. છત્તીસગઢમાં 10થી 14 ફેબ્રુઆરી વચ્ચે છૂટોછવાયો વરસાદ પડશે. આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં 14 ફેબ્રુઆરી સુધી વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત આજે (10 ફેબ્રુઆરી) અને 11 ફેબ્રુઆરીએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને કેરળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. આઈએમડીએ આગામી ત્રણ દિવસ પૂર્વી ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફારની આગાહી કરી છે, ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
તેવી જ રીતે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થવાની શક્યતા છે. આ સાથે હિમાચલ પ્રદેશ અને પંજાબના અલગ-અલગ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે અને સવારે ધુમ્મસ રહેશે. દિલ્હીમાં તાપમાન 8થી 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મોસમી સરેરાશ કરતા થોડું ઓછું છે.
હવામાનની આ સ્થિતિ છતાં, દિલ્હીની હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ડેટાના આધારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) લગભગ 161 છે.












Click it and Unblock the Notifications
