Weather Update: હવામાનમાં ફરીથી પલટો, દિલ્લી-એનસીઆર સહિત આ રાજ્યોમાં 3 દિવસ આવશે વરસાદ

rain

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઆરમાં 30 માર્ચ, ગુરુવારના રોજ વાદળો છવાયેલા રહેશે અને વરસાદની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે સમગ્ર ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે. જેના પરિણામે આગલા 3 દિવસ સુધી આંધી-તોફાન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં પડશે વરસાદ

આ રાજ્યોમાં પડશે વરસાદ

આઈએમડીના જણાવ્યા મુજબ રાજસ્થાન, દિલ્લી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢથી લઈને પશ્ચિમ બંગાળ સુધી કરા સાથે વરસાદની સંભાવના છે. વરસાદ અને કરાનુ આ વાતાવરણ 1 એપ્રિલ સુધી રહેવાની વકી છે. રાજધાની દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહી શકે છે. વળી, આજે દિલ્લીમાં હળવો વરસાદ થઈ શકે છે. 31 માર્ચના રોજ અહી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં બુધવારે અચાનક વરસાદના કારણે એરપોર્ટ પર વિમાનોને લેન્ડીંગ માટે એક કલાક રાહ જોવી પડી હતી. 9 ફ્લાઈટોને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.

વરસાદ માટે અપાયુ એલર્ટ

વરસાદ માટે અપાયુ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન પર પડશે. જેના પરિણામે અહીં ગુરુવારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વળી, ઘણી જગ્યાએ આંધી-તોફાન સાથે વિજળી અને કરા પડવાની પણ વકી છે. રાજ્યમાં 30 માર્ચથી 1 એપ્રિલ સુધી વરસાદની શક્યતા છે. લખનઉમાં પણ 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

હવામાનની ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આજે અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. વળી, પૂર્વોત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, તટીય ઓડિશા, દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં પણ હળવા વરસાદની સંભાવના છે. સ્કાઈમેટ મુજબ 30 માર્ચની સાંજથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ શરુ થશે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X