Weather Update: દેશના ઘણા રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના, યુપીના 36 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા બે-ત્રણ દિવસ સુધી વરસાદના અણસાર છે. જેના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

rain

Weather Update: દેશના ઘણા ભાગોમાં ચાલી રહેલા કમોસમી વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા બે-ત્રણ દિવસ સુધી વરસાદના અણસાર છે. દેશના ઘણા રાજ્યોમાં શુક્રવારથી આંધી-તોફાનની સંભાવનાના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

દિલ્લીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ હતુ અને આજે પણ હવામાન એવુ જ રહેવાનુ છે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહી શકે છે. હાલમાં ઘણા દિવસોના વરસાદ બાદ દિલ્લીનુ પ્રદૂષણ ઘટ્યુ છે, જોકે આજે પણ હવા પ્રદૂષિત છે. એનસીઆરમાં નોઈડામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની ધારણા છે.

યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. યુપીના શ્રાવસ્તી, લખીમપુર ખેરી, બહરાઈચ, ફરુખાબાદ, ગોંડા, બલરામપુર, બારાબંકી સહિત 36 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વારાણસી, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, મઉ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થ નગર, સીતાપુર, હરદોઈ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર દેહાત, કાનપુર નગર, ઉન્નાવ, લુકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. છે. વરસાદ દરમિયાન જોરદાર પવનની પણ અપેક્ષા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં હવામાન શુષ્ક રહેશે અને હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે પણ વરસાદની સંભાવના છે. તો આસામ અને પૂર્વોત્તરના રાજ્યોમાં આજે પણ હળવો વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X