Weather Update: ફેબ્રુઆરી અને માર્ચમાં પડશે રેકૉર્ડતોડ ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રેકૉર્ડતોડ ગરમી પડશે. અહીં જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ.

Weather Update: દેશના તાપમાનમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા આ વખતની ગરમી અસહ્ય હોવાના અણસાર ફેબ્રુઆરીથી મળી ગયા છે. મે મહિના જેવી ગરમીનો અનુભવ અત્યારથી થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગલા ત્રણ દિવસ સુધી ગરમીમાં સતત વધારો થશે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી વધતા તાપમાનમાં થોડો ઘટાડો થશે. 21 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 30 અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાની સંભાવના છે.

મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 22 અને 23 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13થી 14 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાનની ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ એક નબળુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાંથી પસાર થઈ રહ્યુ છે. જે બાદ આજે(18 ફેબ્રુઆરી)એ વધુ એક સિસ્ટમ બનશે, જે 21 ફેબ્રુઆરી સુધી રહેશે. જેના લીધે પંજાબ, રાજસ્થાન અને દિલ્લીમાં ચક્રવાતી પવન ફૂંકાવાની સંભાવના છે.

દિલ્લીનુ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધુ

દિલ્લીનુ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધુ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજધાની દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધવામાં આવ્યુ જે સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ રવિવાર એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ દિલ્લીનુ મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહી શકે છે. દિલ્લીમાં સવારે 9 વાગે વાયુ ગુણવત્તા સૂચકાંક(એક્યુઆઈ) 279 નોંધવામાં આવ્યો.

ફેબ્રુઆરી અને માર્ચમાં પડશે રેકૉર્ડતોડ ગરમી

ફેબ્રુઆરી અને માર્ચમાં પડશે રેકૉર્ડતોડ ગરમી

દેશભરમાં ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવી ગરમી પડવાની છે. શનિવાર 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તેલંગાના, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. વળી, પંજાબ, હરિયાણા, દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરેમાં તાપમાન 31થી 36 ડિગ્રી રહી શકે છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી અને માર્ચમાં રેકૉર્ડતોડ ગરમી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X