Weather Update: ઉત્તર ભારત ગરમીથી ત્રસ્ત, IMDએ આપ્યુ રેડ એલર્ટ, હીટવેવથી કોઈ રાહત નહિ
Weather Update: હાલમાં ઉત્તર ભારતમાં આકરી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. સવાર પડતાની સાથે જ સૂર્યનો તાપ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. હવામાન વિભાગે ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં લોકોને હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી હીટવેવ છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો માટે આગામી પાંચ દિવસ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું કે આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં દિવસનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આટલી કાળઝાળ ગરમીનો માહોલ હજુ ચાલુ રહેશે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું હતું કે, "રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું રેડ એલર્ટ અને મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તામિલનાડુ, કેરળમાં આગામી 2-3 દિવસ માટે તે વરસાદ પડશે."
તેમણે કહ્યું, "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે, પરંતુ તે પછી ધીમે ધીમે તે 2થી 3 ડિગ્રી વધશે. અમે આ બંને રાજ્યો માટે પહેલેથી જ 'રેડ એલર્ટ' જાહેર કરી દીધું છે. અમે પડોશી ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ અને મધ્ય પ્રદેશના ઉત્તરીય ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.''
જ્યારે ઉત્તરમાં સળગતી ગરમી છે, ત્યારે દક્ષિણમાં થોડી રાહત થવાની સંભાવના છે, કારણ કે IMDના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં તમિલનાડુ અને કેરળમાં 12 સેમી સુધીનો ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળ્યો હતો.
ઉત્તર ભારતની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટ વેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMD દ્વારા રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર ભારતના અન્ય ભાગો માટે 'રેડ એલર્ટ' જાહેર કરવા સાથે, આરોગ્ય નિષ્ણાતોએ લોકોને બહાર નીકળવા સામે ચેતવણી આપી છે, ખાસ કરીને સવારે 11 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે, કારણ કે તે તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. આ સાથે લોકોને ગરમીને જોતા વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો પર ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
#WATCH | Delhi: Senior IMD scientist Naresh Kumar says, "Red alert of heat wave has been issued for Rajasthan, Uttar Pradesh for the next 5 days and orange alert for northern parts of Madhya Pradesh... Tamil Nadu, Kerala will receive rain for the next 2-3 days ..." pic.twitter.com/kSjIybmgeY
— ANI (@ANI) May 21, 2024
#WATCH कांचीपुरम, तमिलनाडु: कांचीपुरम जिले के आसपास के इलाकों में लगातार बारिश से किसान और जनता को राहत मिली। (21.05) pic.twitter.com/T20WAlly4X
— ANI_HindiNews (@AHindinews) May 21, 2024












Click it and Unblock the Notifications
