Weather Update: કોલ્ડવેવથી હવે મળશે રાહત, તમિલનાડુમાં વરસાદના લીધે સ્કૂલો-કૉલેજો બંધ

ફેબ્રુઆરી મહિનામાં કોલ્ડવેવથી રાહત મળવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીં જાણો હવામાન અપડેટ.

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવે ઠંડી ઘટવાની સંભાવના છે. દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોકોને ફેબ્રુઆરી મહિનામાં કોલ્ડવેવથી રાહત મળવાના અણસાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં મોટાભાગે લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની આશા છે. જો કે અમુક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. આઈએમડીએ ઘણા રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. શનિવારે(4 ફેબ્રુઆરી) તમિલનાડુના તંજાવુર જિલ્લામાં ભારે વરસાદના કારણે સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે

લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના સ્થળોએ સામાન્ય લઘુત્તમ તાપમાન જોવા મળશે. દક્ષિણ રાજસ્થાન, ઉત્તરાખંડ અને લદ્દાખના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે. પંજાબ અને યુપીના ઘણા ભાગોમાં રાત્રિનુ તાપમાન સામાન્ય કરતા વધુ ઘટી શકે છે. પૂર્વોત્તર, બંગાળ અને કોંકણના દરિયાકાંઠાના ઘણા ભાગો અને બિહાર, ઝારખંડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણુ વધારે હોઈ શકે છે.

દિલ્લીમાં પણ વધશે તાપમાન

દિલ્લીમાં પણ વધશે તાપમાન

દિલ્લી-એનસીઆરમાં આગામી થોડા દિવસોમાં તાપમાન વધશે અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી દિલ્લીમાં વરસાદની અપેક્ષા નથી. હવામાન વિભાગે જણાવ્યુ કે પશ્ચિમી વિક્ષેપ અન્ય સ્થળોને પણ અસર કરે છે, તેથી આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન વધી શકે છે. ખાસ કરીને દિલ્લી-એનસીઆરમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં 9-10 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. સવારે તાપમાન લગભગ 9-10 ડિગ્રી અને સાંજે 24-25 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ સ્થિતિ હજુ 2-4 દિવસ ચાલુ રહેવાની ધારણા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી વિક્ષેપ હિમાલયન ક્ષેત્રને અસર કરી રહ્યુ છે, જેના કારણે આગામી બે દિવસ દરમિયાન હિમાલય પ્રદેશ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં થોડો હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X