Weather Update: દક્ષિણમાં વરસાદ, ઉત્તર ભારતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, ગાઢ ધૂમ્મસની સ્થિતિ યથાવત
Weather Update: દિલ્હી- NCR સહિત ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં તીવ્ર ઠંડી યથાવત છે. હરિયાણા અને પંજાબમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ પારો થીજી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આગામી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેવાની સંભાવના છે. જ્યારે પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં પણ ગાઢ ધૂમ્મસની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં 10 જાન્યુઆરી સુધી ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. ઠંડા દિવસની સ્થિતિ ઓછી થવાની અને સમાપ્ત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે તેના અપડેટમાં જણાવ્યું હતું કે, "10-14મી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં સવારે થોડા કલાકો માટે ગાઢ ધૂમ્મસ રહેવાની શક્યતા છે. 10 અને 11 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઓડિશામાં સમાન હવામાનની સંભાવના છે. બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં 12 જાન્યુઆરી સુધી ગાઢ ધૂમ્મસની પણ શક્યતા છે.
દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર કિનારે ચક્રવાતની શક્યતા છે. આવી સ્થિતિમાં એક ટ્રફ રેખા દક્ષિણ ગુજરાત સુધી બનેલી છે. આવી સ્થિતિમાં આગામી ત્રણ દિવસમાં તમિલનાડુ, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આમાંના કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
