Weather Update: કાશ્મીરમાં હિમવર્ષા, ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે આપ્યુ એલર્ટ
એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. અહીં જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.
Weather Update: ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં વ્યાપક વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઉત્તરના બર્ફીલા પવનોના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી પડી શકે છે. પશ્ચિમ વિક્ષોભના પ્રભાવના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ કે હિમવર્ષાની સંભાવના છે.

દિલ્લીમાં આજે ફૂંકાશે ઠંડા પવનો
આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લીમાં 8 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો કે, આજે દિલ્લીમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વિભાગ મુજબ 2011 બાદ પહેલી વાર ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં મહત્તમ તાપમાન સોમવારે 29 ડિગ્રી કે તેનાથી વધુ નોંધવામાં આવ્યુ. બુધવારે ઠંડા પવનો અને ગુરુવાર તેમજ શુક્રવારે આંશિક રીતે વાદળો છવાયેલા રહેવાની વકી છે.

પંજાબ અને હરિયાણામાં તાપમાન વધ્યુ
પંજાબ અને હરિયાણામાં મંગળવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહ્યુ. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ લુધિયાણામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધુ 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. અમૃતસરમાં પારો 8.1 ડિગ્રી, જ્યારે પટિયાલામાં 9.9 ડિગ્રી નોંધવામાં આવ્યો. હરિયાણાના અંબાલામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધુ 12.2 ડિગ્રી, હિસારમાં 10.7 ડિગ્રી નોંધવામાં આવ્યુ.

આ જગ્યાએ વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગલા બે દિવસ વરસાદ જોવા મળી શકે છે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ દક્ષિણ તમિલનાડુ, દક્ષિણ કેરળ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને આસામના પૂર્વ ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશના પહાડોમાં અમુક જગ્યાએ હળવા વરસાદ અને હિમપાતની સંભાવના છે. બિહાર અને પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં ધૂમ્મસ છવાયેલુ રહી શકે છે.












Click it and Unblock the Notifications
