Weather Update: દેશમાં આ જગ્યાએ તાપમાનમાં આવશે ઘટાડો, અમુક રાજ્યોમાં થશે વરસાદ

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમુક રાજ્યોમાં ગરમીથી રાહત નહિ મળે પરંતુ અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વધુ તાપમાનના કારણે પડી રહેલી ગરમી અને લૂથી સામાન્ય જનજીવન ત્રસ્ત થઈ ચૂક્યુ છે.

rain

આ દરમિયાન હવામાન વિભાગે આવતા સપ્તાહનુ હવામાન પૂર્વાનુમાન જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના લીધે પૂર્વ ભારતના લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

જો કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની લહેર ચાલુ રહેશે. હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આઈએમડીના અહેવાલ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઘણા દિવસોની તીવ્ર હીટવેવ અને હીટ વેવ પછી ગરમી ઓછી થઈ ગઈ છે.

ગંગીય પશ્ચિમ બંગાળમાં 10 દિવસ પછી, બિહારમાં 7 દિવસ પછી અને ઓડિશામાં 5 દિવસ પછી હીટ વેવનો અંત આવ્યો છે. આ પહેલા ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદે લોકોને ગરમીથી થોડી રાહત આપી હતી. હળવા વરસાદ બાદ ઉત્તર પ્રદેશ અને દિલ્લી સહિત ઘણા રાજ્યોના તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો.

બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં છેલ્લા અઠવાડિયાથી પ્રવર્તતી ગરમીનું પ્રમાણ ઓછુ થયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતમાં આગામી 4-5 દિવસ સુધી હળવુ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.

હવામાનની આગાહી મુજબ ત્રણ દિવસ સુધી પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા રહેશે, જે બાદ ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. આઈએમડીની આગાહી મુજબ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉત્તર પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા છે.

અહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલયી ક્ષેત્ર અને પંજાબમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં હળવાથી છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

22મી અને 23મી તારીખે ઓડિશામાં અને 24મી એપ્રિલ 2023ના રોજ બિહારમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 22 એપ્રિલ એટલે કે આજે છત્તીસગઢ અને વિદર્ભના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે.

આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. બીજી તરફ મધ્ય ભારતમાં આવતા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X