Weather Update: ઠંડીનો પ્રકોપ ઘટ્યો, આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ, જાણો હવામાનની આગાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ઘટ્યો છે. અહીં જાણો આજનુ હવામાન અપડેટ.

Weather Update: દિલ્લી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ઘટ્યો છે. રાજધાની દિલ્લીનો પારો સોમવારે વધતા ઠંડીની સિઝનમાં ગરમીનો અનુભવ થયો. દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ. ઉત્તર ભારતના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્લી અને એનસીઆરમાં વરસાદનો કોઈ અણસાર નથી. મંગળવારનુ તાપમાન લઘુત્તમ 10 ડિગ્રી અને મહત્તમ 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતુ.

rain

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોમાં વર્તમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 ફેબ્રુઆરી સુધી પશ્ચિમમાં હિમાલય સુધી પહોંચી જશે. તેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગ મુજબ આવતા 24 કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના ઉંચાઈવાળા સ્થળોએ વરસાદ સાથે હિમવર્ષાની સંભાવના છે. દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયગ, ચમોલી, પિથોરાગઢ અને બાગેશ્વરમાં હળવા વરસાદ સાથે હિમવર્ષાનુ અનુમાન છે. મેદાની વિસ્તારોમાં ધૂમ્મસની સંભાવના છે.

પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં સોમવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી અમુક ડિગ્રી વધુ નોંધવામમાં આવ્યુ હતુ. હવામાન વિભાગ મુજબ પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધુ 12 ડિગ્રી અને લુધિયાણામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વળી, હવામાન વિભાગે 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી કેન્દ્રશાસિત પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X