Weather Update: દિલ્લીથી કાશ્મીર સુધી ભારે વરસાદની સંભાવના, 5 દિવસનુ એલર્ટ

Weather Update: દિલ્લી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ છે. હાલમાં, કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. સતત વરસાદને કારણે તાપમાન નીચે આવી ગયું છે. જેના કારણે લોકોને રાહત મળી છે.

ભારતીય હવામાન વિભાગના અપડેટ મુજબ આજે પણ દિલ્લી-એનસીઆરમાં ભારે વરસાદ પડશે અને ઠંડા પવનો ફૂંકાશે. પાટનગરમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી.

rain

આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 27 અને 19 ડિગ્રી સુધી રહી શકે છે. સતત વરસાદને કારણે દિલ્લીનુ વાતાવરણ પલટાયુ છે અને અહીં પ્રદુષણમાં ઘટાડો થયો છે. કમિશન ફૉર એર ક્વૉલિટી મેનેજમેન્ટે જણાવ્યુ છે કે વરસાદના કારણે તાપમાન અને પ્રદૂષણ બંનેમાં ઘટાડો થયો છે અને દિલ્લીમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન પ્રદૂષણનુ સ્તર છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચુ છે.

એનસીઆરના નોઈડામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી, ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની ધારણા છે.

હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે ફરીથી ભારે વરસાદ થઈ શકે છે અને કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ શકે છે. વળી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને યુપીમાં ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે, જ્યારે પૂર્વોત્તર અને દક્ષિણમાં આજે વરસાદની પૂરેપૂરી સંભાવના છે, તેથી એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી 5 દિવસ સુધી રહેશે, તેથી ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ ચાલુ રહેશે તેથી દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X