Weather Update: મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી, મુંબઈમાં રેડ એલર્ટ, સ્કૂલો-કૉલેજો બંધ

Weather Update: દિલ્હીથી હિમાચલ અને મુંબઈથી કર્ણાટક સુધી ભારે વરસાદે તબાહી મચાવી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી, હવે ફરી એકવાર અહીં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં આજે ભારે વરસાદ પડી શકે છે અને તેથી જ મુંબઈમાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

અહીં રાયગઢ અને રત્નાગીરીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાસિકમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

rain

ભારે વરસાદને જોતા મુંબઈ અને પડોશી જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજથી આગામી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ રહેશે. એટલા માટે દરેક વ્યક્તિએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે.

બૃહદ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે આજે મુંબઈમાં તમામ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે, IMD દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રે આઠ વાગ્યા સુધી મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.

બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આજે બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને જો બહાર નીકળવુ પડે તો તમામ દિશાનિર્દેશોનું પાલન કરે. રાયગઢમાં પણ રેડ એલર્ટના કારણે અહીંની શાળા-કોલેજો બંધ છે. પીટીઆઈએ જણાવ્યું છે કે રાયગઢમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકા વરસાદ થયો છે, જે સરેરાશ કરતા ઘણો વધારે છે.

માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ ગોવા-કોંકણ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આસામમાં પણ આજે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં મધ્યમ વરસાદની અપેક્ષા છે, હરિયાણા, પંજાબ, બિહાર, યુપી, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદની અપેક્ષા છે અને અહીં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને દરિયામાં જવાથી રોકવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા હિમાચલના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા અને ઉનામાં ઓરેન્જ એલર્ટ છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ, મંડી, હમીરપુર, બિલાસપુર, સોલન, સિરમૌર, શિમલા અને કિન્નૌર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યો માટે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાકાંઠાના કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ અને તેલંગાણામાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક રાજ્યમાં તમામ સ્થળોએ વરસાદની સંભાવના છે જો કે દરિયાકાંઠાના કર્ણાટક પ્રદેશના જિલ્લાઓ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે કારણ કે આગામી 24 કલાકમાં દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તર કન્નડ જિલ્લામાં ભારે વરસાદની અપેક્ષા છે.

બુધવારે ભારે વરસાદ બાદ રાજધાની દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 જુલાઈએ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X