For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: એપ્રિલમાં પડશે ભીષણ ગરમી, લૂથી નહિ મળે રાહત, આ રાજ્યોમાં જાહેર થયુ એલર્ટ

મધ્ય અને પશ્ચિમ ભારતમાં લૂનો પ્રકોપ ચાલુ રહેશે અને એપ્રિલમાં સામાન્યથી વધુ તાપમાન રહેવાનુ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીએ અત્યારથી જ લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. એપ્રિલ મહિનામાં જેઠની ગરમી સહન કરી રહેલા લોકો માટે કોઈ રાહતના સમાચાર નથી. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે મધ્ય અને પશ્ચિમ ભારતમાં લૂનો પ્રકોપ ચાલુ રહેશે અને એપ્રિલમાં સામાન્યથી વધુ તાપમાન રહેવાનુ છે અને આના કારણે દેશમાં ઘણા રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ પણ યથાવત છે.

એપ્રિલમાં પડશે ભીષણ ગરમી

એપ્રિલમાં પડશે ભીષણ ગરમી

Met વિભાગે આજે હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક ઓરિસ્સામાં પણ હીટવેવની સ્થિતિ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. 2 એપ્રિલ સુધી તેલંગાનામાં વિદર્ભ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઝારખંડ અને મરાઠવાડામાં 3 એપ્રિલે ગુજરાતમાં અને 4 એપ્રિલે એમપીમાં હીટવેવના સ્થિતિ બનતી દેખાઈ રહી છે.

ચુરુમાં પારો 43 ડિગ્રીને પાર

ચુરુમાં પારો 43 ડિગ્રીને પાર

રાજસ્થાનમાં અત્યારથી જ ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર જતુ રહ્યુ છે. વળી, ચુરુમાં પારો 43 ડિગ્રીની ઉપર ચાલી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવનુ એલર્ટ જાહેર કર્યુ છે. આવનારા દિવસોમાં પણ રાજસ્થાનમાં ગરમીના આ જ હાલ રહેવાના છે. આજે ડુંગરપુર, ઝુંઝનું, સીકર, ટોંક, કોટા, બૂંદી, જયપુર, ધૌલપુર, કરોલીમાં ગરમ પવન ફૂંકાવાનુ અનુમાન છે. રાજસ્થાન સાથે-સાથે દિલ્લી, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગુજરાતમાં પણ હીટવેવની સંભાવના છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે.

છથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે તાપમાન

છથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે તાપમાન

આ દરમિયાન જમ્મુ સંભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-દિલ્લી, પશ્ચિમી રાજસ્થાનના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી છથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે.

અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની ચેતવણી

અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની ચેતવણી

આઈએમડીએ પૂર્વ ઉત્તર પ્રદેશથી બંગાળના ઉત્તર-પશ્ચિમી ખાડી સુધી ઉત્તર-દક્ષિણ ટ્રફ રેખાના કારણે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા અને આસામના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે. આઈએમડીએ કહ્યુ છે કે આવતા 5 દિવસો દરમિયાન કેરળ-માહે, તમિલનાડુ, પુડુચેરી-કરાઈકલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ થઈ શકે છે.

English summary
Weather Updates: 43 degree in Rajasthan, Heat wave alert issued in many states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X