Weather Updates: શીત લહેર અને ગાઢ ધૂમ્મસનુ એલર્ટ, વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગની આગાહી
Weather Updates: ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન, તમિલનાડુમાં વરસાદ બાદ દક્ષિણના રાજ્યોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પંજાબના કેટલાક ભાગો અને હરિયાણા-ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહેવાની સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં શીત લહેર અને ગાઢ ધૂમ્મસની સ્થિતિ પ્રવર્તી રહી છે. લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતમાં 9 જાન્યુઆરીએ ગાઢથી લઈને અતિ ગાઢ ધૂમ્મસ અને ઠંડા દિવસની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે 8 અને 9 જાન્યુઆરી એમ બે દિવસ માટે જણાવ્યું છે કે ત્રણ રાજ્યોમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, "પંજાબના ભાગો અને હરિયાણા-ચંદીગઢના અલગ-અલગ વિસ્તારોમાં 08 અને 09 જાન્યુઆરીના રોજ રાત્રિ અને સવારના સમયે ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેવાની સંભાવના છે અને તે આગામી 4 દિવસ સુધી રહેશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં પણ આવું જ હવામાન પ્રવર્તે તેવી શક્યતા છે.''
હવામાન વિભાગ મુજબ, જમ્મુમાં 9 જાન્યુઆરીએ, મંગળવાર અને બુધવારે હિમાચલ પ્રદેશ, ઉત્તરી મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં, 10 અને 12 જાન્યુઆરીની વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. અંદાજ છે. રાજસ્થાનના વિવિધ ભાગોમાં 10 જાન્યુઆરી સુધી કોલ્ડ ડેની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે. વળી, 9 જાન્યુઆરીએ પંજાબના કેટલાક ભાગોમાં કોલ્ડ ડેની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે તામિલનાડુ સહિત દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આઈએમડી અનુસાર, "આગામી 4-5 દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ખૂબ જ સંભાવના છે. 9-10મી દરમિયાન દરિયાકાંઠાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે."
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી થોડા દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડીએ જણાવ્યું છે કે 09 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.
આઈએમડીએ જણાવ્યું હતું કે, "9 અને 10 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના અમુક સ્થળોએ અને 9 જાન્યુઆરીએ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ અને વિજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા કરા પડવાની પણ સંભાવના છે."












Click it and Unblock the Notifications
