Weather Updates: ફેબ્રુઆરીમાં જ પડી રહી છે આકરી ગરમી, આ રાજ્યોમાં પડશે વરસાદ
ફેબ્રુઆરી મહિનામાં ખુશનુમા વાતાવરણ રહેવાને બદલે હાલમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અમુક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ લેટેસ્ટ હવામાન અપડેટ.
Weather Updates: ફેબ્રુઆરીમાં જ લોકોને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનનો પારો ઝડપથી વધી રહ્યો છે. વાસ્તવમાં, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયથી પસાર થઈ રહ્યુ છે અને એક અન્ય લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 ફેબ્રુઆરી આસપાસ પશ્ચિમ હિમાલયના પહાડો સુધી પહોંચી શકે છે. આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક ગરમીમાં વધારો થયો છે.

દિલ્લીનો પારો પહોંચ્યો 35 ડિગ્રીએ
સોમવારે દિલ્લીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયુ હતુ. જે સામાન્ય તાપમાન કરતાં 9 ડિગ્રી વધુ છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે દિલ્લીના પિતમપુરામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. દિલ્હીમાં છેલ્લા 9 વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ગરમી ક્યારેય નથી રહી. હવામાન વિભાગે જણાવ્યુ છે કે રાજધાનીમાં આજે પણ હવામાન સૂકુ રહેશે, એવો અંદાજ છે કે આજે પણ દિલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે.

મુંબઈ અને ગુજરાતમાં આગામી બે દિવસ હિટવેવ
નોઈડામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. મુંબઈમાં હીટવેવનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, રત્નાગીરી અને કોંકણમાં આગામી બે દિવસ હીટવેવ ચાલુ રહી શકે છે અને તેથી અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે 21-22 ફેબ્રુઆરીએ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનુ મોજુ આવી શકે છે અને અહીં પણ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી જઈ શકે છે.

આ રાજ્યોમાં વરસાદની આગાહી
પહાડો પર ફરી એકવાર હવામાન ખરાબ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે આજે કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે, હવામાન વિભાગે અહીં ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યુ છે, જ્યારે આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં પણ શક્યતા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આજે હળવો વરસાદ પડશે અને હવામાન શુષ્ક રહેશે.












Click it and Unblock the Notifications
