Weather Updates: ઘણા રાજ્યોમાં લૂ પરંતુ દિલ્લીમાં છવાઈ રહેશે હળવા વાદળો, એલર્ટ જાહેર

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ રૌદ્ર રુપ યથાવત છે. જાણો લેટેસ્ટ હવામાન રિપોર્ટ.

નવી દિલ્લીઃ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ રૌદ્ર રુપ યથાવત છે. ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં હીટવેવને આતંક ચાલુ રહેશે અને આના કારણે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજસ્થાન અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પારો ચાલીસને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનના ડુંગરપુર, ઝુંઝનુ, સીકર, ટોંક, કોટા, બૂંદી, જયપુર, ધૌલપુર, કરૌલીમાં હીટવેવની સંભવના વ્યક્ત કરીને અહીં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે.

એપ્રિલમાં મે-જૂનની ગરમી

એપ્રિલમાં મે-જૂનની ગરમી

એપ્રિલમાં જ મે-જૂનની ગરમીનો સામનો કરી રહેલ રાજધાની દિલ્લીમાં આજે થોડી રાહત મળી શકે છે. આજે દિલ્લીમાં વાદળો છવાયેલા રહેવાના અણસાર છે જેના કારણે હળવા ઝાપટા પડી શકે છે. જો કે, તાપમાનમાં વધુ પરિવર્તન થવાની આશા નથી પરંતુ તેમછતાં લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજનુ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

ગરમ પવનો પણ ફૂંકાશે

ગરમ પવનો પણ ફૂંકાશે

બંગાળ અને આંતરિક ઓરિસ્સામાં પણ અલગ-અલગ હીટવેવની સ્થિતિ હોવાની સંભાવના છે. વળી, સૌરાષ્ટ્ર-કચ્છ, વિદર્ભ, ઝારખંડ. છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનના લોકોને પણ ગરમ પવનોનો સામનો કરવો પડી શકે છે.

અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના

અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના

વળી, જમ્મુ સંભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ-માહે, તમિલનાડુ, પુડુચેરી-કરાઈકલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર-પૂર્વમાં જોરદાર વરસાદ થઈ શકે છે. વળી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના યથાવત છે.

દિલ્લીમાં આજે સવારે AQIની સ્થિતિ

દિલ્લીમાં આજે સવારે AQIની સ્થિતિ

પૂસા, દિલ્લી - 263 AQI ખરાબ
પંજાબી બાગ - 267 AQI ખરાબ
શાદીપુર - 271 AQI ખરાબ
દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 248 ખરાબ
અશોક વિહાર - 249 AQI ખરાબ એનએસઆઈટી દ્વારકા - 239 AQI ખરાબ લોધી રોડ - 244 AQI ખરાબ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X