Weather Updates: ગુજરાત-રાજસ્થાનમાં હીટ વેવ પરંતુ આ રાજ્યોમાં જાહેર થયુ ભારે વરસાદનુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં આ રાજ્યોમાં વરસાદની એલર્ટ આપી છે.

નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં ગરમીએ અત્યારથી જ પોતાનો પ્રકોપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે હવામાનમાં અસ્થિરતા માટે બંગાળની ખાડીમાં બની રહેલ સાઈક્લોનિક પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા છે જેના કારણે ક્યારેક તડકો અને ક્યારેક પાણીથી લોકોને ત્રસ્ત થવુ પડી રહ્યુ છે.

એલર્ટ જાહેર

એલર્ટ જાહેર

હવામાની વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પારો ચાલીસ સુધી જઈ શકે છે. રાજસ્થાનમાં તો હીટવેવની સંભાવના છે અને માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, દિલ્લીમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં કાલથી હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બાકી કોઈ પણ ભાગમાં લૂની સંભાવના નથી. દિલ્લી-એનસીઆરમાં કાલે હવામાનનો પારો 37 ડિગ્રી પાસે પહોંચી ગયો હતો. વળી, દિલ્લીમાં આજનુ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સયસ રહેવાના અણસાર છે. દિવસમાં હવામાન ઘણુ સૂકુ રહેવાનુ છે.

અહીં વરસાદ માટે અપાયુ યલો એલર્ટ

અહીં વરસાદ માટે અપાયુ યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના આઠ જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, ઉત્તરાખંડમાં હળવા વરસાદના અણસાર મળી રહ્યા છે. દહેરાદૂનમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

ભારે વરસાદનુ એલર્ટ

ભારે વરસાદનુ એલર્ટ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી લઈને 26 માર્ચ સુધી દક્ષિણ ભારતીય રાજ્યો કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગને અહીં માટે એલર્ટ જાહેર કર્યુ છે.હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગલા પાંચ દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા વરસાદની સંભાવના છે.જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશના મધ્ય અને ઉચ્ચ પર્વતીય ભાગોમાં હિમવર્ષાની પણ સંભાવના છે અને આ વિસ્તારોમાં અમુક જગ્યાએ કરાવૃષ્ટિ અને વીજળી પણ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X