Weather Updates: ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમી માટે એલર્ટ, આ રાજ્યોમાં પડશે વરસાદ

દેશમાં ઉત્તર અને મધ્ય ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જાણો ભારતમાં હવામાન અપડેટ.

નવી દિલ્લીઃ દેશમાં ઉત્તર અને મધ્ય ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ છે. ઉત્તર અને મધ્ય ભારતમાં માર્ચ મહિનામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા વખતે ભીષણ ગરમી પડવાની સંભાવના લાગી રહી છે. ભારતીય હવામાન વિભાગે આવતા 4-5 દિવસોમાં પશ્ચિમોતર, મધ્ય અને પશ્ચિમી ભારતમાં ગરમ પવન ફૂંકાવાની ચેતવણી આપી છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં વધશે ગરમી

ગુજરાત સહિત આ રાજ્યોમાં વધશે ગરમી

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રા વિદર્ભ અને મરાઠવાડા, પશ્ચિમી મધ્ય પ્રદેશમાં પારો40-41 ડિગ્રીને સ્પર્શી ગયો છે. આઈએમડીના જણાવ્યા મુજબ પશ્ચિમોત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં આવતા ચાર દિવસમાં મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધવાના અણસાર છે. આમાં 2-3થી ડિગ્રીનો વધારો થઈ શકે છે.એક ફિઝિશિયને કહ્યુ કે તાપમાન સતત વધારાથી હીટસ્ટ્રોકની તકલીફ થઈ શકે છે. તેમણે હીટસ્ટ્રોકથી બચવા માટે સલાહ આપી કે માથુ ઢાંકીને રાખવુ, લાઈટ કલરના કપડાં પહેરવા અને એસીમાંથી બહાર અને બહારથી એસી એ રીતે વારંવાર કરવુ નહિ. તે હાઈડ્રેટ રહેવા માટે પ્રવાહી પીતા રહેવાની પણ સલાહ આપી.

29-31 માર્ચ સુધી ગરમ પવનો ફૂંકાશે

29-31 માર્ચ સુધી ગરમ પવનો ફૂંકાશે

દિલ્લી, ઉત્તર પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 29-31 માર્ચ સુધી ગરમ પવનો ફૂંકાઈ શકે છે. આવતા ત્રણ દિવસમાં પશ્ચિમ હિમાલય અને ગુજરાતમાં પણ ગરમ પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં બનેલુ છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ચક્રવાતી હવાઓના ક્ષેત્ર તરીકે ઉત્તર પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં પર બનેલુ છે.

આ રાજ્યોમાં વરસશે વાદળ

આ રાજ્યોમાં વરસશે વાદળ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વોત્તર ભારતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વળી, આવતા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ અને અલગ-અલગ જગ્યાએ તેજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, કેરળના અમુક ભાગો સાથે તમિલનાડુના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર અને મધ્ય ભારતના લોકોને ગરમીથી હજુ રાહત નહિ મળે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતમાં ગરમી કહેર વરસાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X