Weather Updates: દિલ્લી-ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, 30 જૂનથી હવામાનમાં પલટો

Weather Updates: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 જૂન સુધી વરસાદ રહેશે ત્યારબાદ 30 જૂનથી વરસાદ ઘટવાના અણસાર છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હીમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

rain

આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. આ ઉપરાંત IMD દ્વારા દિલ્હીના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. IMD એ પણ આગાહી કરી છે કે 2 જુલાઈ સુધી દિલ્હી NCR વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, સુરત, ડાંગ અને તાપીમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ઉત્તર પ્રદેશના હવામાનની વાત કરીએ તો લખનઉમાં આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વળી, ગાઝિયાબાદમાં વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર યથાવત છે. સતલજ નદીનુ જળસ્તર સતત વધી રહ્યુ છે. વરસાદમાં ઘણા લોકોનો મોત થયા છે અને ઘણા લોકો બેઘર થઈ ગયા છે. શિમલામાં ભૂસ્ખલનના કારણે ટ્રાફિક જામની મુશ્કેલી સર્જાઈ છે.

જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ યથાવત છે. ઉત્તરાખંડ માટે હવામાન વિભાગે 29 જૂન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વળી, મધ્ય પ્રદેશ અને વિદર્ભના અલગ-અલગ સ્થળોએ પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X